દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી.
કોલ્ડપ્લે ની ટિકીટ ૧૨ વાગે ચાલુ થઈ ૧ વાગે પતિ ગઈ , ૧ લાખ ટિકિટ વહેચાઈ ગયા પછી , ૬,૩૭,૬૨૮ નું વેટિંગ છે.
અમદાવાદ કે જ્યાં 25 જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાનું છે. જેને લઈ ટિકિટની પડાપડી થઈ રહી છે. કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે, ત્યારે હજારો લોકો વેટિંગ રૂમમાં છે અને ટિકિટ્સનું ધડાધડ વેચાણ થઇ રહ્યું છે.
બ્રિટિશ બેન કોલ્ડ પ્લેના લાઈવ કોન્સર્ટ માટે ઓછામાં ઓછો ટિકિટનો ભાવ 25 2500 રૂપિયા છે, જેના માટે છ સ્ટેન્ડ છે, તેમાંથી મોટા ભાગની ટિકિટ્સનું વેચાણ થઈ ગયું છે, જ્યારે મહત્તમ ભાવ 12500 રૂપિયા છે, યંગસ્ટર્સમાં કોન્સેપ્ટ જબરજસ્ત ક્રેઝ છે,
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરીએ આ કોન્સર્ટ યોજાશે. 10 અલગ અલગ પ્રકારના સ્ટેન્ડ દર્શક માટે બનાવાયા .
જેની કેપેસિટી એક લાખ દર્શકોની રાખવામાં આવી છે. તો આ તરફ અમદાવાદમાં હોટેલ્સના ભાડા પણ આસમાને પહોંચ્યા છે, કોલ્ડ પ્લે કોન્સેપ્ટના કારણે ફાઈવ સ્ટાર હોટેલ્સને સૌથી વધુ ફાયદો છે, લગ્નની મોસમ પણ શરૂ થઈ હોવાથી હોટેલ્સ પાસે પહેલેથી જ 50% જેટલું બુકિંગ છે, ત્યારે હજુ પણ હોટેલના ભાવ વધે તેવી શક્યતા છે.
કોલ્ડ પ્લેના કોન્સર્ટની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે જો તમારે કોલ્ડ પ્લે નો કોન્સર્ટ અટેન્ડ કરવો હોય તો હવે તમારે ગુજરાત બહાર નહીં જવું પડે, હવે અમદાવાદમાં જ કોલ્ડ પ્લે નો કોન્સર્ટ યોજાવાનો છે.
જેની ટિકિટ બુક કરવા માટે તમારે book my show શો એપ્લિકેશન પર જવાનું રહેશે અને ત્યાં જ કોલ્ડ પ્લે ની ટિકિટ તમને અવેલેબલ થઈ જશે. જ્યારે તમે અહીંયા કોલ્ડ પ્લે ની આ રીતે તમને પેજ દેખાશે ત્યારબાદ તમે અહીંયા બુકમાં જશો એટલે પહેલા તમારો ફોન નંબર માંગશે અને ત્યારબાદ તમે ફોન નંબર પર આવેલી ઓટીપી તમે અંદર એન્ટર કરશો એટલે તમને આ પ્રકારે આખું ચિત્ર સ્પષ્ટ થશે .
અહીંયા અલગ અલગ કેટેગરી છે. કેટેગરી વાઈઝ તે કીટની પ્રાઇઝ પણ રાખવામાં આવેલી છે સાઉથ પ્રીમિયમ કેટેગરી છે ત્યારબાદ અપર સ્ટેન્ડ કેટેગરી છે લોવર સ્ટેન્ડ કેટેગરી છે અને સાઈડની લોવર સ્ટેન્ડ કેટેગરી છે, કેટેગરી મુજબ ટિકિટના ભાવ છે. ટિકિટના ભાવ 2500 થી લઈ અને 9500 સુધીના બોલાઇ રહ્યાં છે. અમદાવાદમાં જે કોલ્ડ પ્લે માટે ટિકિટની પડાપડી થઇ રહી છે.
કોલ્ડ પ્લે આખરે શું છે જાણીએ
કોલ્ડ પ્લે એક બ્રિટેનનું મ્યુઝિક બેન્ડ છે. જે વર્લ્ડમાં કોન્સર્ટ દ્વારા મ્યુઝિક પીરસી રહ્યાં છે. જેનો હાલ યંગસ્ટરમાં ખૂબ ક્રેઝ વધી રહ્યો છે. આ બેન્ડ વર્ષ 2022થી મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર કરી રહ્યું છે, જેની યાદીમાં મુંબઈ અને હવે અમદાવાદનું પણ નામ ઉમેરાયું છે. આ બેન્ડમાં મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જોની બકલેન્ડ, બેસિસ્ટ ગાય બેરીમેન અને ડ્રમર વિલ ચેમ્પિયન સહિત 4 સભ્ય છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh