Explore

Search
Close this search box.

Search

December 13, 2024 1:15 am

LATEST NEWS
Lifestyle

‘પુષ્પા ૨’ ના ડરથી ‘છાવા’ એ રિલીઝ ડેટ બદલી હોવાની ચર્ચા

Facebook
Twitter
WhatsApp
Email

‘પુષ્પા ૨’ ના ડરથી ‘છાવા’ એ રિલીઝ ડેટ બદલી હોવાની ચર્ચા

હવે ‘છાવા’ શિવાજી જયંતિ પર રિલીઝ થવાની શક્યતા

વિકી કૌશલની ઐતિહાસિક ફિલ્મ ‘છાવા’ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મ પહેલા 6 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી પરંતુ હવે અલ્લુ અર્જૂનની ‘પુષ્પા 2’ સાથે ક્લેશ ટાળવા માટે આ ફિલ્મની રિલીઝ ડેટ પાછી ઠેલાય તેવી શક્યતા છે.

‘પુષ્પા ૨’ ના ડરથી ‘છાવા’ એ રિલીઝ ડેટ બદલી હોવાની ચર્ચા

મેડોક ફિલ્મ પ્રોડક્શન ‘છાવા’ રિલીઝ કરવવા માટે હવે બીજી તારીખોના વિકલ્પો વિચારી રહ્યું છે. આ ફિલ્મ હવે 20 ડિસેમ્બર, 10 જાન્યુઆરી કે 19 ફેબ્રુઆરીમાંથી કોઈ એક તારીખે રિલીઝ થઈ શકે છે. કેટલીક ચર્ચાઓ એવી પણ છે કે હવે આ ફિલ્મ શિવાજી જયંતિ પર 19 ફેબ્રુઆરીના દિવસે રિલીઝ થઈ શકે છે. કારણ કે મહારાષ્ટ્રના લોકો માટે શિવાજી જયંતિનું ઘણું મહત્વ છે અને આ ફિલ્મ શિવાજીના દિકરા છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારીત છે. તેથી મહારાષ્ટ્રના દર્શકો ફિલ્મ સાથે વધુ જોડાઈ શકશે. સોશિયલ મીડિયા પર પણ આ તારીખ અંગે ઘણી ચર્ચા છે.

સાથે અન્ય ચર્ચા એવી પણ છે કે  ફેબ્રુઆરીમાં પહેલાં જ ‘દેવા’ અને ‘રેઇડ 2’ જેવી ફિલ્મો રિલીઝ થવાની તારીખો નક્કી થઈ ચૂકી છે, તેની વચ્ચે જો ‘છાવા’ રિલીઝ થાય તો તેના કલેક્શનમાં અસર થઈ શકે છે. આ અંગે ફિલ્મ મેકર્સ પણ ચિંતામાં છે.

લક્ષ્મણ ઉટેકરની ફિલ્મ ‘છાવા’માં વિકી કૌશલ સાથે રશ્મિકા મંદાના લીડ રોલમાં છે. તે ઉપરાંત અક્ષય ખન્ના, દિવ્યા દત્તા પણ મહત્વના રોલમાં છે. 14 ઓગસ્ટે આ ફિલ્મનું ટીઝર લોંચ કરવામાં આવ્યું હતું, ત્યાર પછી આ ફિલ્મ અંગે કોઈ ઓફિશિયલ ટ્રેલર કે રિલીઝ ડેટ અંગે માહિતી આપવામાં આવી નથી.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment