Explore

Search
Close this search box.

Search

December 13, 2024 1:26 am

LATEST NEWS
Lifestyle

૨૦ કરોડનાં ખર્ચે બનનારા સૌપ્રથમ કમળ ગાર્ડનમાં દેશભરનાં ફ્લાવર જોવા મળશે

Facebook
Twitter
WhatsApp
Email

૨૦ કરોડનાં ખર્ચે બનનારા સૌપ્રથમ કમળ ગાર્ડનમાં દેશભરનાં ફ્લાવર જોવા મળશે

ખ્યાતનામ ફૂલો માટે જુદા જુદા રાજ્યો જેવું વાતાવરણ ઊભું કરવામાં આવશે : સ્ટે.કમિટી ચેરમેન – ગોતા ખાતે અભૂતપૂર્વ લોટસ ગાર્ડન બનાવવાનો નિર્ણય

શહેરનાં ગોતા વિસ્તારમાં એસ.જી.હાઇવે નજીક ગુજરાતનો સૌથી મોટો સૌપ્રથમ લોટસ ગાર્ડન નિર્માણ પામવા જઇ રહ્યો છે અને તેની વિશેષતા એ રહેશે કે તેમાં તમામ રાજ્યોનાં જાણીતા ફૂલ ઉગાડવામાં આવશે. અમદાવાદ શહેરને વિશ્વનાં નકશા ઉપર સ્થાન અપાવે તેવા આ પ્રોજેક્ટને સાકાર કરવા ૨૦ કરોડ જેટલો જંગી ખર્ચ કરવામાં આવનાર છે.

૨૦ કરોડનાં ખર્ચે બનનારા સૌપ્રથમ કમળ ગાર્ડનમાં દેશભરનાં ફ્લાવર જોવા મળશે

મ્યુનિ. સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણીએ જણાવ્યું હતું કે, લોટસ ગાર્ડન એ ભારતની વિવિધતામાં એકતાનુ દર્શન કરાવવાનાં હેતુથી નિર્માણ કરવામાં આવનાર છે. જેના માટે ઉત્તર પશ્ચિમ ઝોનનાં ગોતા વોર્ડમાં એસ.જી.હાઇવે પાસે ૨૫ હજાર ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી છે અને આ પ્રોજેક્ટની કામગીરી બે મહિનામાં ચાલુ થઇ જશે. તેમણે કહ્યું કે, અમદાવાદ શહેરને દેશવિદેશમાં નામના અપાવનારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ખાતે ફ્લાવર શો યોજવાની શરૂઆત થઇ અને તેમાં જે રીતે માનવમહેરામણ ઉમટી પડે છે તે જોતાં શહેરીજનો પર્યાવરણ અને ફૂલછોડ પ્રેમી હોવાનું પુરવાર થાય છે. તેથી ગોતા ખાતે અભૂતપૂર્વ લોટસ ગાર્ડન બનાવવાનો નિર્ણય લેવાયો છે.

તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટને પર્યાવરણલક્ષી પણ કહી શકાશે. કારણ કે, તે નેટ ઝીરો એનર્જી કન્સેપ્ટ ઉપર વિકસાવવામાં આવશે. આમ, તો આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૫૦ કરોડથી વધુ થવાની ધારણા છે, પરંતુ પ્રોજેક્ટનાં પ્રાથમિક તબક્કા માટે ચાલુ નાણાંકીય વર્ષનાં બજેટમાં ૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

દેશભરમાં પણ આ પ્રકારનો સૌપ્રથમ ગાર્ડન બનશે તેવો દાવો કરતાં સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણીએ કહ્યું કે, આ ગાર્ડનની ડિઝાઇન કમળનાં પુષ્પ ઉપરથી લેવામાં આવી છે, તેની દરેક પાંખડીમાં ચોક્કસ રાજ્યનાં જાણીતા ફૂલો ઉગાડવામાં આવશે. જેના માટે જે તે રાજ્યનાં તાપમાન અને વાતાવરણ પ્રમાણેનું વાતાવરણ પાંખડીમાં જાળવવામાં આવશે. લોટસ ગાર્ડન ખાતે ફ્લોરલ મ્યુઝિયમ અને ફુલોની દુકાનો પણ બનાવવામાં આવશે. જ્યાંથી નાગરિકો ફ્લાવર પ્રોડક્ટસ ખરીદી શકશે તેમજ ફ્લોરલ વેલનેસનો પણ લાભ લઇ શકાશે.

ગોતા વોર્ડમાં નિર્માણ પામનારા લોટસ ગાર્ડન પ્રોજેક્ટની દેશવિદેશનાં નાગરિકો મુલાકાત લેશે તેને ધ્યાને લઇ પાર્કિંગ, લેન્ડસ્કેપ, ટેકનોલોજી, લાઇટીંગ, ટોયલેટ, રિફ્રેશમેન્ટ સહિતની સુવિધાનુ ખાસ ધ્યાન રાખવામાં આવશે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment