IPL Auction 2025 Live Updates : પંત, શ્રેયસ બાદ ચહલ પર પણ મોટી બોલી લાગી , ભારતીય ખેલાડીઓની બોલબોલા જોવા મળી
ખેલાડીઓની મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઇ રહ્યો છે. તમામ 10 ફ્રેન્ચાઇઝી આગામી IPL સિઝન પહેલા પોતાની ટીમ તૈયાર કરશે. હરાજીમાં કુલ 577 ખેલાડીઓ સામેલ છે.
- 10 ફ્રેન્ચાઇઝી આગામી IPL સિઝન પહેલા પોતાની ટીમ તૈયાર કરશે
- IPL 2025 મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે જેદ્દાહમાં થશે
- ભારત સહિત વિવિધ દેશોના 577 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા
IPL Auction 2025 Live Updates
IPL 2025 મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે જેદ્દાહમાં થશે. આ હરાજીમાં ભારત સહિત વિવિધ દેશોના 577 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. IPL મેગા ઓક્શન પહેલા, ટૂર્નામેન્ટની 10 ફ્રેન્ચાઇઝીએ કુલ 46 ખેલાડીઓને રિટેન કર્યા હતા. આમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ એકમાત્ર એવી ફ્રેન્ચાઈઝી છે જેણે તમામ 6 રિટેન્શનના સંપૂર્ણ ક્વોટાનો ઉપયોગ કર્યો હતો.
24-Nov-2024, 05:51:40 PM
IPL Auction 2025 Live Updates : કોની પાસે કેટલું પર્સ બાકી છે?
- સનરાઇઝર્સ હૈદરાબાદ – 35 કરોડ
- પંજાબ કિંગ્સ- 47.75 કરોડ
- રાજસ્થાન રોયલ્સ- 41 કરોડ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 74.25 કરોડ
- કોલકાતા નાઈટ રાઈડર્સ- 51 કરોડ
- લખનૌ સુપર જાયન્ટ્સ- 34.50 કરોડ
- મુંબઈ ઈન્ડિયન્સ- 45 કરોડ
- ગુજરાત ટાઇટન્સ- 30.25 કરોડ
- દિલ્હી કેપિટલ્સ- 47.25 કરોડ
- ચેન્નાઈ સુપર કિંગ્સ – 55 કરોડ
24-Nov-2024, 05:25:49 PM
IPL Auction 2025 Live Updates : DC એ કેએલ રાહુલને 14 કરોડમાં ખરીદ્યો
દિલ્હી કેપિટલે કેએલ રાહુલને 14 કરોડ રુપિયામાં ખરીદ્યો છે.
24-Nov-2024, 05:18:18 PM
IPL Auction 2025 Live: RCB એ લિયમ લિવિંગસ્ટનને ખરીદ્યો
રોયલ ચેલેન્ઝર્સ બેંગલુરુએ લિયમ લિવિંગસ્ટનને 8.75 રુપિયામાં ખરીદ્યો છે.
24-Nov-2024, 05:14:06 PM
IPL Auction 2025 Live: મોહમ્મદ સિરાજને ગુજરાતે ખરીદ્યો
ગુજરાત ટાઇટન્સે મોહમ્મદ સિરાઝને 12.25 કરોડમાં ખરીદ્યો છે.
24-Nov-2024, 05:08:19 PM
IPL Auction 2025 Live: પંજાબ કિંગ્સે યુજવેંદ્ર ચહલને 18 કરોડમાં ખરીદ્યો
પંજાબ કિંગ્સે યુજવેંદ્ર ચહલને 18 કરોડમાં ખરીદ્યો છે.
24-Nov-2024, 04:59:27 PM
IPL Auction 2025 Live: LSG એ ડેવિડ મિલરને 7.50 કરોડમાં ખરીદ્યો
લખનઉ સુપર જાયન્ટે ડેવિડ મિલરને 7.50 કરોડ રુપિયામાં ખરીદ્યો છે.
24-Nov-2024, 04:53:40 PM
IPL Auction 2025 Live: SRH એ મોહમ્મદ શમીને 10 કરોડમાં ખરીદ્યો
સનરાઇઝ હૈદરાબાદે મોહમ્મદ શમીને 10 કરોડમાં ખરીદ્યો છે.
24-Nov-2024, 04:39:08 PM
IPL Auction 2025 Live: લખનઉ સુપર જાયન્ટે ઋષભ પંતને 27 કરોડામાં ખરીદ્યો
લખનૌ સુપર જાયન્ટે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો. પંત IPL ઈતિહાસમાં સૌથી વધુ કિંમતે વેચાયેલો ખેલાડી બની ગયો છે.
24-Nov-2024, 04:30:03 PM
IPL Auction 2025 Live: મિચેલ સ્ટાર્કને દિલ્હીએ 11.75 કરોડમાં ખરીદ્યો
દિલ્હી કેપિટલે મિચેલ સ્ટાર્કને 11.75 કરોડ રુપિયામાં ખરીદ્યો છે.
24-Nov-2024, 04:23:56 PM
IPL Auction 2025 Live: જોસ બટલરને ગુજરાત ટાઇટન્સે 15.75 કરોડમાં ખરીદ્યો
ગુજરાત ટાઇટન્સે જોસ બટલરને 15.75 કરોડમાં ખરીદ્યો છે.
24-Nov-2024, 04:18:16 PM
IPL Auction 2025 Live: શ્રેયસ ઐયરને 26.75 કરોડમાં ખરીદ્યો
શ્રેયસ ઐય્યર, જેણે KKR ને IPL 2024 ના ખિતાબમાં પોતાની કપ્તાની હેઠળ લીડ કરી હતી, તે IPL ઇતિહાસમાં હરાજીમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બની ગયો છે. પંજાબે શ્રેયસને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શ્રેયસની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.
24-Nov-2024, 04:01:53 PM
IPL Auction 2025 Live: કગીસો રબાડાને ગુજરાતે 10.75 કરોડમાં ખરીદ્યો
દક્ષિણ આફ્રિકાના કાગિસો રબાડા મેદાનમાં ઉતર્યા, જેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. ગુજરાત ટાઇટન્સે આ બોલરને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
24-Nov-2024, 03:57:12 PM
IPL Auction 2025 Live: અર્શદિપ સિંહને પંજાબે 18 કરોડમાં ખરીદ્યો
પંજાબ કિંગ્સે રાઈટ ટુ મેચ (RTM) કાર્ડનો ઉપયોગ કરીને ઝડપી બોલર અર્શદીપ સિંહને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
24-Nov-2024, 03:34:07 PM
IPL Auction 2025 Live: કઇ ફ્રેન્ચાઈઝી પાસે કેટલી રકમ બાકી છે
હરાજીમાં તમામ 10 ફ્રેન્ચાઈઝી મળીને 641 કરોડ રૂપિયા ખર્ચી શકે છે. તેમાંથી પંજાબ કિંગ્સ પાસે સૌથી વધુ રકમ બાકી છે અને રાજસ્થાન રોયલ્સ પાસે સૌથી ઓછી છે. ફ્રેન્ચાઇઝ પર્સમાં બાકી રહેલી રકમ
- પંજાબ કિંગ્સ ₹110.5 કરોડ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ₹83 કરોડ
- દિલ્હી કેપિટલ્સ ₹73 કરોડ
- ગુજરાત ટાઇટન્સ ₹69 કરોડ
- લખનૌ સુપર જાયન્ટ્સ ₹69 કરોડ
- ચેન્નાઈ સુપર કિંગ્સ ₹55 કરોડ
- મુંબઈ ઈન્ડિયન્સ ₹45 કરોડ
- કોલકાતા નાઈટ રાઈડર્સ ₹51 કરોડ
- સનરાઇઝર્સ હૈદરાબાદ ₹45 કરોડ
- રાજસ્થાન રોયલ્સ ₹41 કરોડ
24-Nov-2024, 02:51:56 PM
IPL Auction 2025 Live: ભારતીય બેટ્સમેનો પર સારી બોલી લાગી શકે છે
- ઋષભ પંતઃ પંત આ હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી સાબિત થઈ શકે છે. તેના પર ઘણી ટીમો બોલી લગાવતી જોવા મળશે.
- કેએલ રાહુલઃ હરાજીના એક દિવસ પહેલા રાહુલે ઓસ્ટ્રેલિયામાં પોતાની તાકાત બતાવી હતી. તેના પર પણ મોટી બોલી લગાવી શકાય છે.
- શ્રેયસ અય્યરઃ આઈપીએલમાં કેપ્ટન તરીકે શ્રેયસનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. આવી સ્થિતિમાં, જે ટીમોને કેપ્ટનની જરૂર છે તે શ્રેયસને પસંદ કરી શકે છે.
- વેંકટેશ અય્યરઃ આ બેટ્સમેને IPL 2024માં કોલકાતાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વર્ષે તેમને સારો ભાવ મળી શકે છે.
- ઈશાન કિશનઃ આ બેટ્સમેન ભલે સમાચારમાં ન હોય, પરંતુ તેની ક્ષમતા પર સવાલ ઉઠાવી શકાય નહીં. તેણે વનડેમાં બેવડી સદી ફટકારી છે.
24-Nov-2024, 02:46:01 PM
IPL Auction 2025 Live: આ ભારતીય બોલરો પર સારી બોલી લગાવી શકાય છે
ખલીલ અહેમદ: ઝડપી બોલર માટે સારી બોલી લગાવી શકાય છે કારણ કે યશ દયાલને આરસીબીએ રિટેન રાખ્યો છે.
દીપક ચહરઃ સ્વિંગ બોલર, જે ગયા વર્ષે ઈજાને કારણે ઘણો પરેશાન હતો, તેણે રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કર્યું હતું.
અવેશ ખાનઃ રાજસ્થાન તરફથી ગત વર્ષે 19 વિકેટ લેનાર ઝડપી બોલરને 10 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.
હર્ષલ પટેલ: T-20 લીગમાં સફળ, છેલ્લી સિઝનમાં 24 વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમાર: પાવરપ્લેમાં અદભૂત સ્વિંગ અને સીમ બતાવવામાં નિષ્ણાત, અનુભવ પણ સારો છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh