જુઓ , ભાવનગરથી અમદાવાદ તરફ જતી તન્ના ટ્રાવેલ્સનો અકસ્માત , ધોલેરા નજીકની ઘટના , ૧૦૮ નો કાફલો ઘટના સ્થળે
ધોલેરા હાઇવે પર બે અક્સ્માત: કાર ગુલાંટી મારી જતાં 1નું મોત, તો ખાનગી બસ ખાડામાં ખાબકતાં 5ને ઇજા
આજે વહેલી સવારે ધોલેરા હાઇવે બે અકસ્માતો સર્જાયા છે.
જેમાં એક ધંધુકા-ધોલેરા હાઇવે પર કાર ગુલાંટી મારી જતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
તો બીજી તરફ ધોલેરા-ભાવનગર હાઇવે પર એક ખાનગી બસ ખાડામાં ખાબકી જતાં 5 લોકોને ઇજા પહોંચી હતી.
આમ ધોલેરા હાઇવે પર સર્જાયેલા બે અકસ્માતોમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
ગુજરાતના હાઇવે દિવસે દિવસે લોહિયાળ બનતાં જાય છે. સતત અકસ્માતોની ઘટનામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.
ત્યારે હાલમાં મળી રહેલી માહિતી અનુસાર આજે ધોલેરા-ધંધુકા હાઇવે પર અલીયાસર મહાદેવ મંદિર નજીક એક કારને ગોજારો અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
હાઇવે પરથી પસાર થઇ રહેલી કાર અચાનક પલટી ખાઇને રસ્તાની સાઇડમાં ઉતરી ગઇ હતી અને ત્યારબાદ પાણીમાં ખાબકતાં મોત નિપજ્યું હતું. જ્યારે પાંચ લોકોને ઇજા પહોંચી હતી.
તો બીજી તરફ ધોલેરા-ભાવનગર હાઇવે પર એક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. આ ખાનગી બસ ભાવનગરથી અમદાવાદ જઇ રહી હતી તે દરમિયાન અચાનક પલટી ખાઇ જઇને ખાડામાં ખાબકી હતી.
આ દુર્ઘટનામાં 5 મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જોકે સદનસીબે કોઇ હાનહાનિ સર્જાઇ નથી. આમ આજે સર્જાયેલા બે અલગ-અલગ અકસ્માતો સર્જાયા હતા. જેમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જ્યારે 5 લોકો ઇજા પહોંચી છે.
અકસ્માતની જાણ થતાં એમ્બુલન્સ સહિત કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh