Uttar Pradesh Hardoi Accident | ઉત્તરપ્રદેશ : જાનૈયાઓને લઈ જતી બોલેરો-બસ વચ્ચે ભીષણ ટક્કર, ૫ નાં મોતથી માતમ છવાયો
ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં સોમવારે એક મોટો અકસ્માત સર્જાયો. અહીં મલ્લાવાં ક્ષેત્રના કટરા બિલ્હોર હાઈવે નજીક મોડી રાતે 3 વાગ્યાના સુમારે એક બોલેરો અને બસ વચ્ચે ભયંકર ટક્કર થતાં પાંચ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. આ અકસ્માતમાં અન્ય પાંચ લોકો ઘવાયા પણ હતા.
https://x.com/ANI/status/1860879033250308525
લગ્ન સમારોહથી પાછા આવતા હતા….
માહિતી અનુસાર ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે લખનઉની હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવ્યા હતા. તમામ મૃતકો એક લગ્ન સમારોહમાં હાજરી આપીને પાછા આવી રહ્યા હતા. મૃતકોમાં સીમા દેવી(40), પ્રતિમા દેવી (32), પ્રતિભા(42), રામલલી (50), બોલેરો ડ્રાઈવર શુભમ(28) સામેલ છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh