ચોટીલા-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત: ચાર સગા દેરાણી-જેઠાણીના મોત, ૧૮ ઈજાગ્રસ્ત
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર મોડી રાતે ટ્રક અને પીકઅપ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.
આ દુર્ઘટનામાં 4 મહિલાઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા.
જ્યારે અન્ય 18 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યા હતા.
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.
ચોટીલા નજીક આવેલા ગીગાના ઓટલા પાસે ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતાં પીકઅપમાં સવાર 4 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા.
અકસ્માતમાં લીમડીના શિયાણી ગામના રેથરિયા કોળી પરિવાર 4 સગા દેરાણી જેઠાણીના મૃત્યુ થયા હતા.
નોંધનીય છે કે, આ પરિવાર સોમનાથ પિતૃ તર્પણ માટે જઈ રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh