પાકિસ્તાનમાં ”દેખો ત્યાં ઠાર કરો” હુકમ ઈમરાન તરફી પ્રચંડ રેલી તોફાની બની ગઈ
– બાંગ્લાદેશમાં તોફાનો કરાવનાર પાક.ને તેના ”પાપ” નડે છે
– ઈમરાનખાનની મુક્તિની માગણી કરતી રેલી, પોલીસથી ન રોકાતા સેના બોલાઈ : તોફાનો ન રોકાતા છેવટે ગોળીબારનો આશ્રય લીધો
ઈસ્લામાબાદ : ક્રિકેટરમાંથી રાજકારણી થયેલા પાકિસ્તાનના પુર્વ વડીપ્રધાન ઈમરાનખાનની મુક્તિની માગણી કરતી રેલીમાં દેશના વિવિધ શહેરોમાં યોજાઈ હતી.
તે રેલીમાં ગઈકાલે સાંજે ઈસ્લામાવાદ પાસે એકત્રિત થઈ હતી અને આજે (સોમવારે) સવારે એક લાખથી વધુ માણસો સરઘસ સહારે સંસદ ભવન અને પ્રમુખના મહેલ તરફ આગળ વધી રહી ત્યારે પોલીસે અશ્રુવાયુ અને લાઠીચાર્જનો પણ આશ્રય લીધો હતો.
તેમજ ભારે આડચો પણ હેનિસ્ટર્સ દ્વારા ઉલ્ટી કરી હતી છતાં રેલી તે બધા વચ્ચેથી આગળ વધી હતી.
તેને પોલીસ સાથે પણ ઝપાઝપી થઈ હતી. છેવટે સેનાને બોલાવવી પડી જેણે હવામાં ગોળીબાર કરી દેખાવકારોને ચેતવ્યા હતા છતાં ઝનૂને ચઢેલા દેખાવકારો આગળ વધતા લશ્કરે ગોળીબારનો આશ્રય લીધો.
પાકિસ્તાનમાં ”દેખો ત્યાં ઠાર કરો” હુકમ ઈમરાન તરફી : ”શૂટ ઓર્ડર” – ”દેખો ત્યાં ઠાર કરો”ના હુકમો પણ જારી કરાયા.
ચારના મૃત્યુ થયા હતા.આ દેખાવકારોનું નેતૃત્વ ઈમરાનખાનના પત્ની બુશરાબીવીએ લીધું હતું.
રવિવારથી શરૂ થયેલી આ રેલી સોમવારે સાંજે ઈસ્લામાવાદ પહોંચવાની હતી.
ત્યાં માર્ગમાં જે પોલીસે આડચો ઉભી કરી હતી. રેલીને અટકાવવા ટીઅર ગેસ તથા લાઠીચાર્જનો પણ આશ્રય લીધો હતો.
શહવાઝ સરકારના આ પ્રયત્નોમાં જ પેરાડ્રમર્સ માર્યા ગયા હતા. આ રેલીમાં જોટાયેલા પૈકી અનેકો પોલીસ, આર્મીને પણ ઝુકાવી ઈસ્લામાવાદના મધ્યસ્થ વિસ્તારોમાં પહોંચી ગયા હતા.
તેઓ આવતીકાલે (મંગળવારે) શહેરમાં જ રેલીઓ યોજવાની છે.
આ માહિતી આપતા પાકિસ્તાનનું અંગ્રેજી વર્તમાન પત્ર ”ધી નેશન” જણાવે છે કે આ રમખાણોમાં ૪ પેરાડ્રમર્સ ”શહીદ” થતા લશ્કરને ”દેખો ત્યાં ઠાર કરો”ના હુકમો આપવા પડયા હતા.
સંવિધાનના અનુચ્છેદ ”૨૪૫” પ્રમાણે લશ્કરે સત્તા હાથમાં લીધી હતી. તે પુર્વે સરકાર તરફી અનેકના અપહરણો પણ થયા હતા.
આ અંગે મળેલા વિડીયોમાં રમખાણકારો ટીઅર ગેસ સાથે પહેલેથી જ ભીના માસ્ક સાથે અને આંખોને બરોબર બચાવવા ગોગલ્સ પહેરી રેલીમાં જોડાયા હતા.
ખૈબર પખ્તુનવા (સરહદ) પ્રાંત અને પંજાબના લાહોર સહિતના શહેરોમાંથી દેખાવકારો, બ્રિટીશ યુગમાં રચાયેલા પેશાવરથી કલકત્તા સુધીના ગ્રાન્ડ ટ્રન્ક રોડના પેશાવરથી લાહોર સુધીનો ભાગ તો પેશાવર એ લાહોરથી આવતા દેખાવકારોમાં સરઘસકારોથી ભરાઈ ગયો હતો.
તેમને રોકવા માર્ગ પર ગુડઝ ટ્રેન અને સ્ટીમરોના કન્ટેનર્સની આડચો ઉભી કરી હતી પરંતુ તે કન્ટેનર્સ પણ દુર કરી દેખાવકારો આગળ વધ્યા હતા.
આ અસામાન્ય તોફાનો અંગે વિશ્વેષકો કહે છે કે કાશ્મીરમાં તોફાનો કરાવનાર પાકિસ્તાનને બલુચિસ્તાન અને ”સરહદ પ્રાંત”માં ”બળવા”નો સામનો કરવો પડે છે.
મને બાંગ્લાદેશમાં તોફાનો જગાવનારને તે પ્રકારના જ તોફાનોને પોતાના દેશમાં જ સામનો કરવો પડે છે.
તેમાંયે આ વખતના તોફાનોનો અસામાન્ય બની રહ્યા છે. શરીફ સરકાર હટી ગઈ છે. પાકિસ્તાનને તેના પાપ પહોંચી વળ્યા છે.
કન્ટેનર પર નમાઝ પઢતાં વ્યક્તિને સૈન્યના જવાને ધક્કો મારી દીધો
પાકિસ્તાનમાં ઈમરાન ખાન સાથે તેના સમર્થકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.
સમર્થકોને રોકવા માટે લગાવેલા એક કન્ટેનર પર એક શખસ નમાઝ પઢી રહ્યો હતો, ત્યારે સેનાના જવાને તેને ધક્કો મારીને નીચે ફેંકી દીધો હતો.
આ વીડિયો ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ શેર કર્યો હતો, જેમાં જોવા મળી રહ્યું છે કે, જવાન કેવી રીતે શખસને નમાઝ પઢતી વખતે ધક્કો મારી દે છે.
હકીકતમાં, ઈમરાન ખાનના સમર્થક તેમની મુક્તિની માગ કરી રહ્યા છે અને તેને લઈને તે ઈસ્લામાબાદમાં રસ્તા પર ઉતર્યા છે.
સ્થિતિ એવી છે કે, તેને રોકવા માટે શહેબાઝ શરીફ સરકારે સેનાને રસ્તા પર ઉતારી દીધી છે અને સેનાને શૂટ-એટ-સાઇટનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે.
પ્રદર્શનકારીઓને ડી-ચોક સુધી માર્ચ કરવાથી રોકવા માટે મોટા-મોટા કન્ટેનર લગાવી દેવામાં આવ્યા છે.
આ કન્ટેનર પર એક શખસ નમાઝ પઢી રહ્યો હતો. સેનાના જવાને તેને પહેલાં ધક્કો માર્યો અને પછી નીચે ફેંકી દીધો.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh