અદાણી-સંભલ હિંસા મુદ્દે સંસદના બંને ગૃહોમાં જોરદાર હોબાળો, રાહુલે કરી ધરપકડની માગ
Parliament winter session 3rd Day: સંસદમાં શિયાળુ સત્ર શરૂ થઇ ગયું છે.
પહેલા દિવસથી જ સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળાની સ્થિતિ જોવા મળી રહી છે.
ઉત્તરપ્રદેશના સંભલમાં હિંસા અને અમેરિકા દ્વારા બિઝનેસમેન અદાણી સામે મૂકાયેલા ગંભીર આક્ષેપો બાદથી વિપક્ષ આક્રમક મૂડમાં છે.
જેના લીધે બંને ગૃહોમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાતા બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરાઈ હતી.
https://x.com/kathiyawadiii/status/1861665998031724649
લોકસભા 12 તો રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત
ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા ગૌતમ અદાણી સામે અરેસ્ટ વૉરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યો છે.
જેને લઈને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આક્રમક અંદાજમાં માગ કરી હતી કે અદાણીની ધરપકડ કરવામાં આવે.
તેમણે સરકાર પર અદાણીને બચાવવાનો આરોપ મૂક્યો હતો.
લોકસભામાં જ તેમણે આ મુદ્દો ઊઠાવ્યો હતો.
લોકસભામાં વિપક્ષના હોબાળાને કારણે કાર્યવાહી ખોરવાઈ હતી અને 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી .
જ્યારે રાજ્યસભામાં આવતીકાલ સુધી કાર્યવાહી અટકાવાઈ હતી.
https://x.com/ANI/status/1861652769003982885
રાજ્યસભામાં ભારે હોબાળો
11.30 વાગ્યે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના સભ્યોએ હોબાળો શરૂ કર્યો હતો.
ત્યારે રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડે કહ્યું કે કાર્યવાહી કરવા દેવામાં આવે.
ત્યારે વિપક્ષી સાંસદોએ પોઈન્ટ ઓફ ઓર્ડર રેઈઝ કરવાની વાત કહી. તેના પર જગદીપ ધનખડે કહ્યું કે જ્યારે ગૃહ વ્યવસ્થિત ચાલતુ હોય તો પોઇન્ટ ઓફ ઓર્ડરની વાત થાય.
ત્યારપછી અધ્યક્ષે ગૃહની કાર્યવાહી 28મી નવેમ્બર સવારે 11 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh