Explore

Search
Close this search box.

Search

December 12, 2024 9:12 pm

LATEST NEWS
Lifestyle

બાંગ્લાદેશમાં હિન્દુ દેખાવકારો પર પોલીસ તૂટી પડી

Facebook
Twitter
WhatsApp
Email

બાંગ્લાદેશમાં હિન્દુ દેખાવકારો પર પોલીસ તૂટી પડી

– ઈસ્કોનના સંત ચિન્મય પ્રભુની ધરપકડનો વિરોધ કરતાં હિન્દુઓ પર જમાત-બીએનપી કાર્યકરોનો હુમલો, 50 ઘાયલ

– જય સિયા રામ, હર હર મહાદેવના સૂત્રોચ્ચાર સાથે હજારો હિન્દુઓ રસ્તા પર ઉતર્યા : પોલીસના ગ્રેનેડ હુમલામાં એકનું મોત, છ ઘાયલ

– ચટગાંવ કોર્ટે ઈસ્કોનના સંત ચિન્મય દાસની જામીન અરજી ફગાવી, ન્યાયિક અટકાયતમાં મોકલ્યા

– ચિન્મય દાસ બ્રહ્મચારીની હિન્દુ હોવાના કારણે નહીં દેશદ્રોહના આરોપ હેઠળ ધરપકડ કરાઈ : યુનુસ સરકારનો દાવો

ઢાકા : બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી પછી લઘુમતી હિન્દુઓની સ્થિતિ અત્યંત ખરાબ થઈ રહી છે.

આવી સ્થિતિમાં ચટગાંવમાં ઈસ્કોન પુંડરિક ધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડ પછી મંગળવારે કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી.

તેમની ધરપકડનો વિરોધ કરી રહેલા હિન્દુ દેખાવકારો પર સોમવારે જમાત અને બીએનપી કાર્યકરોના હુમલા પછી મંગળવારે પોલીસ પણ તૂટી પડી હતી.

પોલીસે કોર્ટ બહાર જ હિન્દુ દેખાવકારો પર ગ્રેનેડ ફેંક્યા હતા, જેમાં એક હિન્દુનું મૃત્યુ થયું હતું.

બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે મંગળવારે બેવડા માર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન પછી સતત કોમી હિંસાનો સામનો કરી રહેલા હિન્દુઓ માટે છેલ્લા કેટલાક દિવસમાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે.

બાંગ્લાદેશ પોલીસે ઈસ્કોનના સંત ચિન્મય દાસ બ્રહ્મચારીની સોમવારે ઢાકાના હઝરત શાહજલાલ ઍરપૉર્ટથી ધરપકડ કરી હતી અને મંગળવારે ચટગાંવની કોર્ટમાં રજૂ કર્યા હતા.

જ્યાં ચિન્મય દાસે જામીન અરજી કરી હતી. કોર્ટે તેમની જામીન ફગાવી દેતાં તેમને જેલમાં મોકલી દેવાનો આદેશ આપ્યો હતો.

જોકે, હિન્દુઓએ મંગળવારે પણ સંત ચિન્મયની ધરપકડનો વિરોધ ચાલુ રાખ્યો હતો અને ચટગાંવની કોર્ટ બહાર હજારોની સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.

તેમણે બાંગ્લાદેશની વચગાળાની સરકાર અને તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.

તેમણે કોર્ટ પરિસરમાં પ્રિઝન વાનને ઘેરી લીધી હતી અને લગભગ અઢી કલાક સુધી દેખાવો કર્યા હતા.

આ સમયે હિન્દુઓ પર આકરી કાર્યવાહી કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને સાઉન્ડ ગ્રેનેડ છોડયા હતા.

બાંગ્લાદેશમાં હિન્દુ દેખાવકારો પર પોલીસ તૂટી પડી : અથડામણમાં એક હિન્દુનું મૃત્યુ થયું હતું જ્યારે છ લોકો ઘાયલ થયા હતા.

અગાઉ, બાંગ્લાદેશ પોલીસે  સોમવારે દેશદ્રોહના આરોપ હેઠળ ઈસ્કોનના સંત અને ઈસ્કોન ચટગાંવ પુંડરિક ધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડ કરી હતી.

તેના વિરોધમાં હજારો હિન્દુઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેઓ શાંતિ સભાઓ યોજી દેખાવો કરી રહ્યા છે.

હિન્દુઓએ જય સિયા રામ અને હર હર મહાદેવનો સૂત્રોચ્ચાર કરતાં મૌલવી બજારમાં રેલી કાઢી હતી.

આ ધરપકડના વિરોધમાં હિન્દુઓએ સોમવારે રાતે સમગ્ર દેશમાં શાંતિ રેલીઓ યોજી હતી.

પરંતુ તેમના પર જમાત-એ-ઈસ્લામી અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી(બીએનપી)ના કટ્ટરવાદી તત્ત્વોએ  હુમલા કરતાં ૫૦થી વધુ લોકોને ઈજા થઈ હતી.

દરમિયાન હિન્દુ સંત ચિન્મય દાસની ધરપકડ મુદ્દે બાંગ્લાદેશ અને ભારતમાં હિન્દુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

બાંગ્લાદેશમાં હિન્દુ દેખાવકારો પર પોલીસ તૂટી પડી : બાંગ્લાદેશની વચગાળાની મોહમ્મદ યુનુસ સરકારે ખુલાસો કર્યો હતો.

યુનુસ સરકારના મંત્રીએ દાવો કર્યો કે, હિન્દુ હોવાના કારણે નહીં પરંતુ દેશદ્રોહના આરોપ હેઠળ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરાઈ છે.

યુનુસ સરકાર બાંગ્લાદેશની સંપ્રભુતા અને આઝાદીને જોખમ પહોંચાડનાર કોઈપણ દેશદ્રોહી વિરુદ્ધ આકરી કાર્યવાહી કરશે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment