Explore

Search
Close this search box.

Search

December 13, 2024 5:47 am

LATEST NEWS
Lifestyle

યુપી : પૂરપાટ દોડતી કાર ડિવાઈડર સાથે ભટકાતા ફંગોળાઈ, ૫ ડૉક્ટર્સના મોતથી સન્નાટો પ્રસર્યો

Facebook
Twitter
WhatsApp
Email

યુપી : પૂરપાટ દોડતી કાર ડિવાઈડર સાથે ભટકાતા ફંગોળાઈ, ૫ ડૉક્ટર્સના મોતથી સન્નાટો પ્રસર્યો

ઉત્તરપ્રદેશના કન્નૌજથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

અહીં આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે ભટકાતાં હવામાં ફંગોળાઈ ગઈ હતી.

યુપી : પૂરપાટ દોડતી કાર ડિવાઈડર સાથે ભટકાતા ફંગોળાઈ, ૫ ડૉક્ટર્સના મોતથી સન્નાટો પ્રસર્યો

અકસ્માત એટલો ગોઝારો હતો કે મિની પીજીઆઈ સૈફઈમાં તહેનાત પાંચ ડૉક્ટરો મૃત્યુ પામી ગયા હતા.

લખનઉમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપીને આ ડૉક્ટરો પાછા ફરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે.

https://x.com/Himansh89652837/status/1861611073498956027

કારનું કચ્ચરઘાણ વળી ગયું 

ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જોકે કારનું કચ્ચરઘાણ વળી ગયું હતું. અત્યારે કારમાંથી શબ કાઢવા માટે મથામણ ચાલી રહી હોવાની જાણકારી મળી રહી છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત? 

માહિતી અનુસાર આ અકસ્માત આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર સર્જાયો હતો. બધા ડૉક્ટરો પોતાની કારમાં લખનઉથી આગરા તરફથી જઈ રહ્યા હતા.

દરમિયાન તેમની કાર પૂરપાટ ઝડપે. ડિવાઈડર સાથે ભટકાઈને રોંગ સાઈડમાં જતી રહી હતી.

જેના કારણે સામેથી આવતા ટ્રક સાથે ભયંકર ટક્કર થઇ ગઇ હતી. આ દુર્ઘટના બુધવારે વહેલી સવારે લગભગ ત્રણ વાગ્યાના સુમારે થઇ હતી.

મૃતકોમાં સામેલ લોકો સૈફઈ મેડિકલ યુનિવર્સિટીના ડૉક્ટર છે જે તમામ પીજી સ્ટુડન્ટ્સ હતા. આ ઉપરાંત એક અન્ય ઘાયલ છે.

Relavant News

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment