વટવામાંથી ઓસ્ટ્રેલિયન ડોલર છાપતી ફેક્ટરી ઝડપાઈ , માસ્ટર માઈન્ડ ઓસ્ટ્રેલિયા સિટિઝન સહિત ચાર ઝડપાયા
અમદાવાદ શહેર એસોજીને માહિતી મળી હતી કે એક યુવક ઓસ્ટ્રેલિયા ના ડોલર ઓછી કિંમતે વટાવવા માટે નીકળ્યો છે.
જે માહિતીના આધારે નકલી નોટો છાપી ઓછા ભાવે વટાવવા માટે નીકળેલો રોનક રાઠોડ ઝડપાયો અને અંતે આખી ચેઇન પકડવામાં આવી છે.
ભારત દેશમાંથી અગાઉ અનેક વખત ભારતીય ચલણની નકલી નોટો છાપવાની ફેક્ટરી પકડાઈ ચૂકી છે અને આરોપીઓને પણ પકડવામાં આવ્યા છે.
પરંતુ હવે ગુનેગારો એક પગલું આગળ ભરીને વિદેશી નોટો છાપતા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.
અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયા દેશની નકલી ચલણી નોટો બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. SOG એ વટવામાંથી ફેક્ટરી પકડી મુદ્દામાલ કબજે કર્યો છે.
અમદાવાદ શહેર એસોજીને માહિતી મળી હતી કે એક યુવક ઓસ્ટ્રેલિયા ના ડોલર ઓછી કિંમતે વટાવવા માટે નીકળ્યો છે.
જે માહિતીના આધારે નકલી નોટો છાપી ઓછા ભાવે વટાવવા માટે નીકળેલો રોનક રાઠોડ ઝડપાયો અને અંતે આખી ચેઇન પકડવામાં આવી છે.
રોનક પાસેથી ઓસ્ટ્રેલિયાની 50 ડોલરની 119 નકલી નોટો મળી હતી, જેની તપાસ કરતા ખુશ પટેલ નામના યુવકે આ નોટો વટાવવા માટે આપી હોવાનું જણાવતા તેને પકડવામાં આવ્યો અને બાદમાં મૌલિક પટેલ અને ધ્રુવ દેસાઈની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓ ભેગા મળીને વટવામાં પેલ્ટીનીયમ એસ્ટેટમાં ધ્રુવ દેસાઈના પિતાની પ્રિન્ટિંગ પ્રેસમાં નકલી નોટ છાપતા હતા.
મૌલિક પટેલ છેલ્લા 20 વર્ષથી ઓસ્ટ્રેલિયા રહેતો હતો અને ભારત આવીને આ રીતે નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપી શોર્ટકટમાં પૈસા કમાવવાનો પ્લાન ધ્રુવ સાથે રહીને બનાવ્યો હતો.
મૌલિક પટેલે 11 લાખ રૂપિયાનું પ્રિન્ટિંગ મશીન ખરીદી ધ્રુવ દેસાઈના પિતાની પ્રિન્ટિંગ પ્રેસમાં મૂકી કોમ્પ્યુટર સહિતની વસ્તુઓ એકત્ર કરી નોટો છાપવાનું શરૂ કર્યું હતું.
ધ્રુવ દેસાઈના પિતાને આરોપીઓએ ઓસ્ટ્રેલિયામાં એક કોન્સર્ટના પાસ આપવાનું કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું જણાવી અંધારામાં રાખ્યા હતા.
આરોપીએ પહેલા ગુગલમાં સર્ચ કરી નકલી નોટ બનાવવાનું મટીરીયલ અને પ્રિન્ટરની વિગતો મેળવી બાદમાં નોટ છાપી હતી.
જે નોટો વટાવવા માટે ખુશ પટેલને કમિશન આપવાનું જણાવી નોટો આપી હતી અને ખુશ પટેલે રોનક રાઠોડને નોટો વટાવવા માટે કહ્યું હતું.
આરોપીઓ દ્વારા છાપવામાં આવેલી શરૂઆતની નોટો જ SOG એ ઝડપી એક મોટા રેકેટને શરૂ થતા પહેલા અટકાવી દીધો છે.
આરોપીઓની તપાસ કરતાં સામે આવ્યો કે મૌલિક પટેલ ઓસ્ટ્રેલિયન સિટીઝન શિપ ધરાવે છે અને ત્યાં તે 7 ટ્રકનો માલિક છે અને ટ્રાન્સપોર્ટનો વેપાર કરે છે.
તેણે ઓસ્ટ્રેલિયામાં એમબીએ કર્યું છે ત્યારે ધ્રુવ દેસાઈ બાયો ટેકનોલોજીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે રોનક અને ખુશ ધોરણ 10 સુધી ભણેલા છે.
આરોપીઓ પાસેથી ઓસ્ટ્રેલિયન 50 ડોલરની કુલ 131 નોટો, નોટો છાપેલી શીટ, પ્રિન્ટર કોમ્પ્યુટર, મોબાઈલ, રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી SOG એ આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh