Father Kill Daughter , Kills her to Death over Domestic Chore
કાળજાના કટકા સમી દીકરીની પિતાએ કરી હત્યા, સુરતમાં ઘરકામ બાબતે ઝઘડો થતાં ઉતારી મોતને ઘાટ
દીકરી પિતા માટે પોતાના કાળજાનો કટકો હોવાનું કહેવામાં આવે છે.
જો કે આ ઉક્તિ સુરતમાં તદ્દન વિપરીત જોવા મળી હતી. અહીં એક પિતાએ જ પોતાની દીકરીને મોતના ઘાટ ઉતારી દીધી હતી.
ત્રણેક મહિનાથી દીકરી ઘરકામમાં આડોડાઈ કરતી હોવાથી ઝઘડા થતાં હતાં.
જેથી ઉશ્કેરાયેલા પિતાએ દીકરીને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે આરોપી પિતાને ઝડપી લઈને આગળની તપાસ હાથ ધરી છે.
સારવાર દરમિયાન મોત
ચોકબજાર વિસ્તારમાં આવેલા કોઝ વે પાસે એક પરિવાર રહે છે. જેમાં માતા-પિતા સહિત બે દીકરીઓ અને બે દીકરાઓ છે.
જો કે, બીજા નંબરની 18 વર્ષની દીકરી છેલ્લા ઘણા સમયથી ઘરકામમાં સાથ સહકાર આપતી નહોતી.
જેથી પરિવારમાં આ મુદ્દે અવારનવાર ઝઘડાઓ થતાં હતાં.
આથી ઉશ્કેરાયેલા પિતાએ ગુસ્સામાં આવી જઈને બોલાચાલી બાદ કૂકરના ઘા દીકરીના માથે ઝીંકી દીધા હતાં.
માથાના ભાગે દીકરીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું.
આરોપી પિતા ઝડપાયો
પોલીસે કહ્યું કે, ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરીમાતા રોડ પર આવેલા સુમન આવાસમાં રહેતા પરિવારમાં પિતા પુત્રી વચ્ચે ઘરકામ બાબતે ઝઘડો થયો હતો.
જેમાં પિતાએ ઉશ્કેરાટમાં દીકરીના માથાના ભાગે કુકર મારી દીધું હતું. જેથી યુવતીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આરોપી ઘરે જ હોવાથી તેને ઝડપી લઈને પૂછપરછ કરવામાં આવી હતી.
આરોપી પિતા ભાડાની રિક્ષા ચલાવે છે. તેમને સંતાનમાં બે દીકરીઓ અને બે દીકરાઓ છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh