Explore

Search
Close this search box.

Search

December 12, 2024 10:10 pm

LATEST NEWS
Lifestyle

ટ્રમ્પનો મોટો નિર્ણય, ગુજરાતના કાશ પટેલને એફબીઆઈ ડાયરેક્ટર બનાવ્યાં, અમેરિકામાં ભારતીયોનો દબદબો

Facebook
Twitter
WhatsApp
Email

ટ્રમ્પનો મોટો નિર્ણય, ગુજરાતના કાશ પટેલને એફબીઆઈ ડાયરેક્ટર બનાવ્યાં, અમેરિકામાં ભારતીયોનો દબદબો : ગુજરાતના કાશ પટેલને અમેરિકામાં એફબીઆઈ ડાયરેક્ટર બનાવ્યાં

અમેરિકાના પ્રમુખ પદ માટે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના ગુજરાતી કાશ પટેલને મોટી જવાબદારી સોંપી છે.

ટ્રમ્પે કાશ પટેલને FBI ડાયરેક્ટર બનાવી દીધા છે.

કાશ પટેલ ટ્રમ્પની ખૂબ નજીકના મનાય છે.

ગુજરાતના કાશ પટેલને અમેરિકામાં એફબીઆઈ ડાયરેક્ટર બનાવ્યાં

પટેલ 2017માં ગૃહની સંસદીય પસંદગી સમિતિના સભ્ય બન્યા હતા.

પટેલ અમેરિકાના ગુપ્તચર સમુદાય વિશે કટ્ટરપંથી વિચારો ધરાવે છે.

ગુજરાતના કાશ પટેલને અમેરિકામાં એફબીઆઈ ડાયરેક્ટર બનાવ્યાં :

ટ્રમ્પે ખુદ આપી માહિતી 

ટ્રમ્પે શનિવારે રાત્રે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, મને એ જાહેરાત કરતાં ગર્વ થાય છે કે કશ્યપ ‘કાશ’ પટેલ ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના આગામી ડિરેક્ટર તરીકે સેવા આપશે.

કાશ એક તેજસ્વી વકીલ, ઈન્વેસ્ટિગેટર અને ‘અમેરિકા ફર્સ્ટ’ના લડવૈયા છે.

જેમણે પોતાની કારકિર્દી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં, ન્યાયની રક્ષા કરવામાં અને અમેરિકન લોકોની સુરક્ષા કરવામાં વિતાવી છે.

ગુજરાતના કાશ પટેલને અમેરિકામાં એફબીઆઈ ડાયરેક્ટર બનાવ્યાં : ટ્રમ્પના આ નિર્ણયથી કેવા સંકેત મળ્યાં? 

આ પસંદગી ટ્રમ્પના દૃષ્ટિકોણ સાથે મેળ ખાય છે કેમ કે સરકારની કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓમાં આમૂલ ફેરફારોની જરૂર છે.

આ નિર્ણય દર્શાવે છે કે ટ્રમ્પ તેમના સંભવિત વિરોધીઓ સામે બદલો લેવા માગે છે.

ટ્રમ્પનો નિર્ણય દર્શાવે છે કે તેઓ વર્ષોથી ચાલતી ફેડરલ તપાસથી ગુસ્સે છે જેના કારણે પહેલા કાર્યકાળ દરમિયાન તેમને માઠું નુકસાન થયું હતું.

તેમની સામે મહાભિયોગ પણ ચલાવાયો હતો.

હવે, એફબીઆઈ અને ન્યાય વિભાગમાં તેમના નજીકના સહયોગીઓની નિમણૂક કરીને, ટ્રમ્પ સંકેત આપી રહ્યા છે કે આ નિમણૂંકો તપાસને બદલે તેમનું રક્ષણ કરશે.

કોણ છે કાશ પટેલ?

ટ્રમ્પે શનિવારે રાત્રે લખ્યું, “પટેલે રશિયાની છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને સત્ય, જવાબદારી અને બંધારણના ચેમ્પિયન તરીકે ઉભા છે.”

પટેલ પણ રિપબ્લિકન આગેવાનીવાળી સેનેટ દ્વારા ચૂંટાયા છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. પટેલ ક્રિસ્ટોફર રેનું સ્થાન લેશે, જેમની નિમણૂક ટ્રમ્પ દ્વારા 2017 માં કરવામાં આવી હતી.

44 વર્ષીય કાશ પટેલનું પૂરું નામ કશ્યપ પ્રમોદ પટેલ છે, જેમનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો.

તેમનો પરિવાર વડોદરા, ગુજરાતનો વતની છે અને તે વ્યવસાયે વકીલ છે.

ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેમની ગણના ટ્રમ્પના નજીકના સહયોગીઓમાં થતી હતી.

તેમણે રાષ્ટ્રપતિના નાયબ સહાયક અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં આતંકવાદ વિરોધી વરિષ્ઠ નિર્દેશક તરીકે સેવા આપી હતી.

Similar news

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment