Abuja Nigiria Boat accident : 100 death possibility
નાઈજિરિયામાં મોટી કરુણાંતિકા , મધદરિયે અચાનક બોટ ડૂબી જતાં ૧૦૦ થી વધુનાં મોતની આશંકા
નાઈજિરિયાની નાઈટર નદીમાં બોટ ડુબી જતા ઓછામાં ઓછા 100થી વધુ લોકોના મોતના અહેવાલ સામે આવી રહ્યા છે.
હજુ સુધી 27 જેટલાં જ મૃત્યુ રિકવર થયા હતા .
પરંતુ અન્ય ઘણાં લોકોની કોઈ ભાળ મળી જ નહોતી કેમ કે આ દુર્ઘટના મધદરિયે સર્જાઈ હતી.
શુક્રવારે બનેલી આ ગમખ્વાર દુર્ઘટનાની વિગત તેવી છે કે નાઈજીરિયાના કોગી રાજયના વતની તેવા મિસા લોકોને લઈ જતી આ બોટમાં મોટાભાગના શાકભાજીના વેપારીઓ હતા.
તેઓ તેમના શાકભાજી પાડોશી નાઈજર દેશમાં વેચવા જઈ રહ્યા હતા.
આ માહિતી નાઈજીરિયાની નેશનલ ઈન્વેન્ડ વૉટરવેઝ ઓથોરિટીના પ્રવક્તાએ આપી હતી.
કોંગી રાજ્યની ઈમર્જન્સી મેનેજમેન્ટ એજન્સીના આ પ્રવક્તા સાન્દ્રા મુસાએ વધુમાં જણાવ્યું હતું કે,
”હજી સુધીમાં માત્ર 27 મૃતદેહો જ બહાર કાઢી શકાયા છે. બચાવ કાર્યવાહી આવી રહી છે. તેમણે દુ:ખ સાથે કહ્યું હતું કે પેસેન્જર્સ પૈકી કોઈએ લાઈફ-જેકેટ્સ પહેર્યા ન હતાં તેથી મૃત્યુઆંક વધવાની પુરી સંભાવના છે.”
એસોસિએટેડ પ્રેસ જણાવે છે કે, આ દુર્ઘટના થયાને 12 કલાકથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ હજી સુધી વધુ મૃતદેહો પણ મળી શક્યા નથી.
પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે વાસ્તવમાં ”વોટર ટ્રાન્સપોર્ટ”નાં નિયમોનું યોગ્ય પાલન નહી થતું હોવાથી આવી દુર્ઘટનાઓ બનતી હોય છે.
આ પૂર્વે થયેલી મોટી દુર્ઘટનાઓ ગણાવતા પ્રવક્તાએ કહ્યું હતું કે મે 2021 માં 100થી વધુ લોકો એક બોટ ડુબી જતા મૃત્યુ પામ્યા હતા.
તેમાં 165 જેટલા મુસાફરો ખીચોખીચ ભર્યા હતા. આ મુસાફરોમાં મહિલાઓ અને બાળકો પણ સમાવિષ્ટ હતાં.
અત્યંત ભારને લીધે તે નૌકા તુટી ગઈ ઉત્તરનાં કેબી રાજ્યમાં નબેલા આ બનાવમાં માત્ર ૨૨ના જ જાન બચાવી શકાયા હતા.
બાકીના 145 મૃત્યુ પામ્યા હતા.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh