Explore

Search
Close this search box.

Search

December 12, 2024 11:28 pm

LATEST NEWS
Lifestyle

આણંદ જિલ્લાના ૧૨૦ કરોડના બાવન કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ

Facebook
Twitter
WhatsApp
Email

InaugurationAnandDistrict – khatamuhurta inauguration of 120 crores of anand district

આણંદ જિલ્લાના ૧૨૦ કરોડના બાવન કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ

– મુખ્યમંત્રીએ સોજિત્રાની મુલાકાત લીધી

– 14.85 કરોડના ખર્ચે નિર્માણ પામેલી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ભવન ખૂલ્લું મૂકાયું

InaugurationAnandDistrict - khatamuhurta inauguration of 120 crores of anand district

આણંદ : આણંદના સોજિત્રા ખાતે શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુલાકાત લઈ આણંદ જિલ્લામાં રૂપિયા ૧૨૦ કરોડના વિવિધ બાવન કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
સોજિત્રામાં નવ નિર્મિત ભાઈકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના નવા ભવનનું લોકાર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રી દ્વારા રૂ. ૯૦ કરોડના ખર્ચે રસ્તા, સિંચાઈ, નગરપાલિકાઓના વિવિધ ૩૯ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.

જ્યારે રૂ. ૩૦ કરોડના ૧૩ કામોનું લોકાર્પણ કરાયું હતું.

સોજિત્રામાં રૂ.૧૪.૮૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલી ભાઈકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના નવા ભવનનું લોકાર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે ૨૫ ઈ-રિક્ષાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

કયા 13 કામોના લોકાર્પણ કરાયા

કામ

રૂપિયા

માર્ગ અને મકાન (સ્ટેટ) હસ્તકનું ૧ કામ

૬૫૦ લાખ

આણંદ નગરપાલિકાના ૭ કામો

૪૦૪.૨૮ લાખ

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ૨ કામો

૨૧૭ લાખ

આરોગ્ય વિભાગના ૨ કામો

૨૨૦ લાખ

શિક્ષણ વિભાગનું ૧ કામ

૧૪૮૫ લાખ

 

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment