maharashtra new cm announced maharashtra bjp meeting live
મહારાષ્ટ્રના ‘નાથ’ બદલાયા, મુખ્યમંત્રીનો તાજ ફડણવીસના શિરે, શિંદે-અજિત બનશે ડેપ્યુટી સીએમ
કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? આ પ્રશ્નને લઈને ચાલી રહેલા સસ્પેન્સનો આજે અંત આવ્યો.
આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક ચાલુ થઈ ગઈ, જેમાં ભાજપ દળના નેતાની પસંદગી કરવામાં આવી હતી.
કેન્દ્રીય નિરીક્ષક નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ધારાસભ્ય દળના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસની પસંદગી કરી લેવામાં આવી છે.
એટલે કે આગામી મુખ્યમંત્રી પણ હવે દેવેન્દ્ર ફડણવીસ જ બનશે તે નક્કી થઈ ગયું છે.
આવતીકાલે લેશે શપથ
સીએમ પદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ હતું. હવે બેઠકમાં ફડણવીસના નામને મંજૂરી મળી ગઈ છે.
જુઓ , https://x.com/ANI/status/1864197003485565254
ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી બાદ મહાયુતિના નેતાઓ આજે બપોરે 3:30 વાગ્યે રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
ત્યારપછી આવતીકાલે મુંબઈના આઝાદ મેદાનમાં ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ યોજાશે.
નાગપુરમાંથી ચૂંટાયેલા ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત સાથે જ તેમના નિવાસ સ્થાનની બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.
કાર્યકરો ઢોલ-નગારા સાથે ઉજવણી કરી રહ્યા હતા.
આજે બપોરે ગવર્નરની મુલાકાત લેશે
મહારાષ્ટ્ર ભાજપ નેતા સુધીર મુનગંટીવારે જાહેરાત કરી છે કે, મહાયુતિ ગઠબંધનના નેતાઓ આજે બપોરે 3.30 વાગ્યે રાજ્યના ગવર્નર સી.પી. રાધાક્રિષ્ણનની મુલાકાત લઈ નવી સરકાર રચવાનો દાવો કરશે.
મંત્રી ફોર્મ્યુલા જાહેર કરી
મહાયુતિ ગઠબંધનમાં સામેલ ભાજપના 22 ધારાસભ્યો, એનસીપી(અજિત પવાર)ના 10 ધારાસભ્યો અને શિવસેનાના 12 ધારાસભ્યો મંત્રી પદે શપથ લેશે.
અજિત, એકનાથ બનશે ડેપ્યુટી સીએમ
મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત સાથે ફરી સરકાર બનવા સજ્જ બનેલી મહાયુતિ ગઠબંધનના ટોચના પક્ષના નેતાઓ અજિત પવાર અને એકનાથ શિંદે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનશે. ચૂંટણી પરિણામોના 10 દિવસ બાદ મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાના સસ્પેન્સનો આજે અંત આવ્યો છે.
દેવેન્દ્ર ફડણવીસ બનશે મુખ્યમંત્રી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે દેવેન્દ્ર ફડણવીસના નામની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટાયેલા ધારાસભ્યોએ ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાના વિચાર પર સહમતિ આપી છે. આવતીકાલે મુંબઈના આઝાદ મેદાન પર શપથ ગ્રહણ કરશે.
આજે નક્કી કરવા પડશે સીએમ
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી સહિત ધારાસભ્યોની શપથ વિધી આવતીકાલે ગુરુવારે સાંજે 5.30 વાગ્યે યોજાશે.
જેથી આજે મહાયુતિ ગઠબંધને રાજ્યના નવા સીએમના નામની જાહેરાત કરવી પડશે. આ સિવાય ધારાસભ્યોના નેતાની પણ પસંદગી આજે કરશે.
ભાજપના ધારાસભ્ય દળની બેઠક શરુ
મહારાષ્ટ્રમાં વિધાનભવનમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક શરુ થઈ ગઈ છે જેમાં તમામ 132 ધારાસભ્યો પહોંચી ગયા છે.
આ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસની સાથે કેન્દ્રીય પર્યવેક્ષક નિર્મલા સીતારમણ અને વિજય રૂપાણી પણ હાજર છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh