Explore

Search
Close this search box.

Search

December 13, 2024 2:11 am

LATEST NEWS
Lifestyle

જુઓ , જમ્મુ-કાશ્મીરમાં ભયંકર અકસ્માત, મુસાફરો ભરેલું વાહન ખીણમાં ખાબક્યું, ચારના મોત, ૧૩ ને ઈજા

Facebook
Twitter
WhatsApp
Email

જુઓ , જમ્મુ-કાશ્મીરમાં ભયંકર અકસ્માત, મુસાફરો ભરેલું વાહન ખીણમાં ખાબક્યું, ચારના મોત, ૧૩ ને ઈજા

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આજે ભયાનક અકસ્માત થયો છે. અહીં દચ્છનમાં ડાગદોરુ પ્રોજેક્ટ સ્થળેથી 15થી 20 લોકોને લઈ જતું વાહન પલટી ગયું છે. વાહનમાં સવાર લોકો પ્રોજેક્ટમાં કામ કરતા કામદારો હોવાનું કહેવાય છે. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકોને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને કિશ્તવાડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવતા થયો અકસ્માત

અધિકારીઓએ કહ્યું કે, ‘એક વાહન કન્સ્ટ્રક્શન પાવર પ્રોજેક્ટ કંપની હેઠળ કામ કરતા કર્મચારીઓને લઈને જતું હતું. આ દરમિયાન ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને દચ્છનમાં ટ્રીથલ નાળા પાસે વાહન ખીણમાં પડ્યું હતું. માહિતી મળતા જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે X પર પોસ્ટ કરી

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, ‘ડાગદોરુ વિસ્તારમાં ક્રુઝર અકસ્માતની વિગતો મળી છે અને મેં કિશ્તવાડના ડીસી રાજેશ કુમાર સાથે વાત કરી છે. બચાવ અભિયાન ચાલી રહ્યું છે. મારું કાર્યાલય સતત સંપર્કમાં છે.’

https://x.com/Sunil_SharmaBJP/status/1864346925937430932

અગાઉ ડોડામાં કાર નદીમાં ખાબકી હતી

આ પહેલા ડોડા જિલ્લામાં ડોડા-કિશ્તવાડ રોડ પર ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. શનિવારે કંડોત-શિવા પુલ પાસે એક કાર ચિનાબ નદીમાં ખાબકી હતી. ત્યારબાદ બચાવ ટીમે તે લોકોને શોધવા માટે મોટું અભિયાન હાથ ધર્યું હતું. કાર કંડોતથી જમ્મુ તરફ થઈ રહી હતી. આ ઘટનામાં કારમાં સવાર મહિલાનું મોત થયું હતું, જ્યારે લાપતા બે લોકોને શોધવા માટે SDRF, NDRF અને ચેનાબ રેસ્ક્યુ ટીમે અભિયાન ચલાવ્યુ હતું. જોકે, ગુમ થયેલા મુસાફરોનો કોઈ પત્તો મળ્યો નથી.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment