Explore

Search
Close this search box.

Search

December 13, 2024 2:27 am

LATEST NEWS
Lifestyle

૩૭ છગ્ગા સાથે ૩૪૯ રન ઝૂડ્યાં, ટી૨૦ માં ગુજરાતીઓની ટીમે રચ્યો ઇતિહાસ, રેકોર્ડબુક હચમચાવી

Facebook
Twitter
WhatsApp
Email

૩૭ છગ્ગા સાથે ૩૪૯ રન ઝૂડ્યાં,ટી૨૦ માં ગુજરાતીઓએ રચ્યો ઇતિહાસ, રેકોર્ડબુક હચમચાવી

BCCIની ઘરેલુ T20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર મુકાબલો ચાલી રહ્યો છે.

ત્યારે આ શ્રેણીમાં આજે બરોડા અને સિક્કિમ વચ્ચે ઈન્દોરના એમરાલ્ડ હાઈટ્સ ઈન્ટરનેશનલ સ્કૂલ ગ્રાઉન્ડમાં મેચ રમાઈ હતી.

આ મેચમાં બરોડાની ટીમે ઈતિહાસ રચી દીધો છે. બરોડાએ 20 ઓવરમાં પાંચ વિકેટ પર 349 રન બનાવીને સિક્કિમની ધોલાઈ કરી નાખી છે.

T20 ક્રિકેટ ઈતિહાસનો આ સૌથી મોટો સ્કોર રહ્યો છે. બરોડાએ ઝિમ્બાબ્વેનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

ઝિમ્બાબ્વેએ આ જ વર્ષે ઓક્ટોબર મહિનામાં ગામ્બિયા સામે ચાર વિકેટ પર 344 રન બનાવ્યા હતા.

બરોડાની ઈનિંગ્સમાં 37 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા, જે કોઈપણ T20 ઈનિંગ્સમાં સૌથી વધુ છે.

આ મામલે પણ બરોડાએ ઝિમ્બાબ્વેનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

બરોડા T20 ઈતિહાસમાં સૌથી ઝડપી 200 રન બનાવનારી ટીમ બની ગઈ

ઝિમ્બાબ્વેના બેટ્સમેનોએ ગામ્બિયા સામે 344 રનની ઈનિંગમાં 27 છગ્ગા ફટકાર્યા હતા. જો કે, તે T20 ઈન્ટરનેશનલ મેચ હતી.

બરોડાએ માત્ર 10.3 ઓવરમાં 200 રનનો આંકડો પાર કરી લીધો હતો.

આ સાથે જ બરોડા T20 ઈતિહાસમાં સૌથી ઝડપી 200 રન બનાવનારી ટીમ બની ગઈ છે.

આ ટુર્નામેન્ટમાં ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા બરોડાની કેપ્ટનશીપ કરી રહ્યો છે

પહેલી વાર SMATમાં કોઈ ટીમે 300નો આંકડો સ્પર્શ કર્યો છે.

બરોડાના બેટ્સમેનોએ 294 રન તો માત્ર ચોગ્ગા અને છગ્ગાથી જ બનાવી નાખ્યા હતા.

ટી20 ઈનિંગ્સમાં પ્રથમ વખત બાઉન્ડ્રી (ચોગ્ગા અને છગ્ગા)થી આટલા રન બન્યા છે.

બરોડા માટે ભાનુ પનિયાએ 51 બોલમાં 134 રનની અણનમ ઈનિંગ રમી હતી, જેમાં 15 છગ્ગા અને 5 ચોગ્ગા સામેલ છે.

અભિમન્યુ સિંહ (53), શિવાલિક શર્મા (55) અને વિષ્ણુ સોલંકી (50)એ પણ શાનદાર અડધી સદી ફટકારી હતી.

આ ટુર્નામેન્ટમાં ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા બરોડાની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

કૃણાલ પંડ્યાનો નાનો ભાઈ હાર્દિક પણ ટીમનો ભાગ છે. જોકે આ મેચમાં હાર્દિક પંડ્યા નહોતો રમ્યો.

બરોડાની ઈનિંગ પ્રોગ્રેસ

54/0 2.4 ઓવરમાં

102/2 5.3 ઓવરમાં

152/2 8.5 ઓવરમાં

202/2 10.5 ઓવરમાં

250/3 13.5 ઓવરમાં

304/3 17.2 ઓવરમાં

349/5 20 ઓવરમાં

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment