Explore

Search
Close this search box.

Search

December 12, 2024 10:28 pm

LATEST NEWS
Lifestyle

જુઓ , અમેરિકાના નોર્થ કેલિફોર્નિયામાં ૭.૦ ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર કર્યા બાદ રદ

Facebook
Twitter
WhatsApp
Email

જુઓ , અમેરિકાના નોર્થ કેલિફોર્નિયામાં ૭.૦ ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર કર્યા બાદ રદ

અમેરિકાના ઉત્તર કેલિફોર્નિયામાં ગુરુવારે એક ભયાનક ભૂકંપ બાદ અધિકારીઓએ પહેલા સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું.

જોકે થોડીવાર પછી રદ કર્યું હતું.

અમેરિકન જિયોલોજિક સરવે અનુસાર આ ભૂકંપનો જોરદાર આંચકો સવારે 10:44  વાગ્યે ફેરંડેલ અને જો ઓરેગન સરહદ નજીક હમ્બોલ્ટ કાઉન્ટીના એક નાનકડાં શહેરની પશ્ચિમે અનુભવાયો હતો.

એક પછી એક આફ્ટરશૉક

માહિતી અનુસાર સાન ફ્રાન્સિસ્કો સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

લોકોએ જણાવ્યું કે આંચકા એટલા જોરદાર હતા કે તેઓ જાણે રીતસરના હિંચકા પર ઝૂલતા હોય તેવું લાગ્યું હતું.

જોકે તેના બાદ પણ એક પછી એક અનેક આંચકા અનુભવાયા.

સાન ફ્રાન્સિસ્કો બે એરિયા રેપિડ ટ્રાન્ઝિટ ડિસ્ટ્રિક્ટ (BART) એ સાન ફ્રાન્સિસ્કો અને ઓકલેન્ડ વચ્ચે પાણીની અંદરની ટનલ મારફતે થતી તમામ અવરજવરને અટકાવી હતી.

7.0ની તીવ્રતાનો ભૂકંપ હતો 

યુએસ જિયોલોજિકલ સરવે અનુસાર 7.0 તીવ્રતાવાળા આ ભૂકંપ બાદ કેલિફોર્નિયામાં ઓછામાં ઓછા 5.3 મિલિયન લોકો સામે સુનામીનું જોખમ સર્જાયું હતું.

જોકે પછીથી તેને લગતી ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી.

જ્યાં ભૂકંપ આવ્યો હતો તેનાથી લગભગ 1.3 મિલિયન લોકો રહે છે.

આ તમામ લોકોએ ભયાનક ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment