૩૩ વર્ષ સુધી જમીનનું વળતર ન ચૂકવવું અયોગ્ય, સરકાર પર ભડકી સુપ્રીમ, હાલના ભાવે ચૂકવણીનું ફરમાન
સરકાર દ્વારા જમીન સંપાદન પછી અનેક વર્ષો સુધી વળતર નહીં આપવા પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.
કોર્ટે જણાવ્યું હતું કે કોઇ પણ સરકાર વળતર રોકી ન શકે .
સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને જણાવ્યું છે કે તે 1986 માં સંપાદિત કરવામાં આવેલ જમીનને વર્તમાન બજાર મૂલ્ય પર ચુકવણી કરે.
ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ ઉજ્જલ ભુઇયાની ખંડપીઠ વરિષ્ઠ વકીલ આનંદ સંજય એમ નૂલીની અરજી પર સુનાવણી કરી રહી હતી.
જમીનનું વળતર ન ચૂકવવું અયોગ્ય, સરકાર પર ભડકી સુપ્રીમ : નૂલી જમીન માલિક જયલક્ષ્મમ્મા અને અન્યની તરફથી હાજર રહ્યાં હતાં.
આ જમીનની લગભગ બે એકર જમીન વિજયનગર લેઆઉટના નિર્માણ માટે મૈસૂરના હિંકલ ગામમાં સંપાદિત કરવામાં આવેલી જમીનનો મોટો હિસ્સો છે.
અંતિમ સંપાદન નોટિફિકેશન માર્ચ, 1984માં જારી કરવામાં આવ્યું હતું. નૂલીએ કહ્યું હતું કે અંતિમ નોટિફિકેશન જારી કરવામાં આવ્યા છતાં પ્રતિવાદીઓએ અરજકર્તાઓને અંધારામાં રાખ્યા હતાં.
વકીલે જણાવ્યું હતું કે જમીન પર કબજો ન કરાયો, ન વળતર જમા કરાવવામાં આવ્યું અને ન ચુકવણી કરવામાં આવી.
જમીન, તમામ સ્થાયી સંરચનાઓની સાથે આજ સુધી અરજકર્તાઓના કબજામાં છે .
તે આ સંપત્તિઓના સંબધમાં ટેક્સ, વીજળી બિલની ચુકવણી કરી રહ્યાં છે.
ખંડપીઠે જણાવ્યું હતું કે 21એપ્રિલ, 1986ના રોજ જારી થયેલ આદેશ કર્ણાટક સરકારને યોગ્ય અને ન્યાયસંગત વળતર આપવાથી મુક્ત કરતો નથી.
જમીનનું વળતર ન ચૂકવવું અયોગ્ય, સરકાર પર ભડકી સુપ્રીમ : વળતર આપવાનો ઇનકાર કરવો કલમ ૩૦૦ એ (સંપત્તિના અધિકાર)નો ભંગ છે.
અધિકારી 33 વર્ષથી વધુ સમય સુધી વળતરની ચુકવણી રોકી રાખવાના કોઇ પણ કારણ તથ્યામક અથવા કાયદાકીય રીતે બતાવવામાં નિષ્ફળ રહ્યાં છે.
જો કે કોર્ટે જણાવ્યું હતું કે વિજયનગરની સ્થાપના માટે વિશાળ જમીનની વચ્ચે જમીનનો એક નાનો ટુકડો અલગ કરવો ન તો મૂળભૂત સુવિધાઓના વિકાસમાં હિત હશે અને ન તો જમીન માલિકના હિતમાં હશે.
ખંડપીઠે વિશેષ જમીન સંપાદન અધિકારીને 1 જૂન, 2019 સુધી જમીનનું બજાર મૂલ્ય નક્કી કરી ચાર સપ્તાહની અંદર કોર્ટમાં જમા કરવાના નિર્દેશ આપ્યા હતાં.
કોર્ટે આ સાથે જમીન માલિકને વળતર રકમ પ્રાપ્ત કર્યા પછી અધિકારીઓને કોઇ પણ અવરોધ વગર જમીનનો કબજો આપવા જણાવ્યું છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh