રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળ્યાં, સભાપતિએ કહ્યું- આ ગંભીર મામલો
સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળતાં હોબાળો મચી ગયો છે.
રાજ્યસભામાં આ મામલે વિપક્ષ ભારે હોબાળો મચાવી રહ્યો છે.
સભાપતિ જગદીપ ધનખડે ખુદ આ વાત સ્વીકારી હતી.
તેમણે કહ્યું કે આ એક ગંભીર મામલો છે અને તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ખરેખર શુક્રવારે સભાપતિ જગદીપ ધનખડે જાણકારી આપી હતી કે ગઈકાલે ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ સુરક્ષા અધિકારીઓએ અમને જણાવ્યું કે સીટ નંબર 222 પરથી કેશ મળી આવી છે.
આ સીટ તેલંગાણાથી સાંસદ અભિષેક મનુ સિંઘવીને અલોટ કરવામાં આવી હતી.
આ મામલે નિયમો અનુસાર તપાસ થવી જોઈએ અને એ શરૂ પણ કરી દેવામાં આવી છે.
ખડગેએ વિરોધ કર્યો
રાજ્યસભાના અધ્યક્ષે આજે સંસદમાં સીટ નંબર 222 પરથી સિક્યોરિટી કર્મીને નોટોના બંડલ મળી આવ્યા હોવાની અને આ મામલે તપાસ હાથ ધરાઈ હોવાનું જાણ કરતાં જ મલ્લિકાર્જુને તુરંત જ ઉભા થઈ સલાહ આપી કે, તમે કહી રહ્યા છો કે, આ મામલે તપાસ હાથ ધરી છે, તો જ્યાં સુધી સત્ય બહાર ન આવે ત્યાં સુધી નામ જાહેર કરવુ જોઈએ નહીં.
Wad of notes found from bench of Abhishek Manu Singhvi during routine check in RS
What use can one have for such large amount of cash in Rajya Sabha? pic.twitter.com/S8oUVIEx2B
— Political Kida (@PoliticalKida) December 6, 2024
સત્તાપક્ષ ભાજપ તરફથી આ મામલે કોંગ્રેસને ઘેરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ તરફથી પણ સત્તાપક્ષને જવાબ આપવામાં આવી રહ્યા છે.
ભાજપ સાંસદ જે.પી.નડ્ડાએ આ મામલાને ગંભીર ગણાવ્યો હતો. આ સાથે ભાજપે તપાસની પણ માગ કરી છે.
નડ્ડાએ કહ્યું કે મને આશા છે કે આ મામલે યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે. જ્યારે આ મામલે ખુલાસો કરતાં અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ નોટોના બંડલ મારા નથી.
ખડગેએ પણ કહ્યું કે તપાસ વગર કોઈના પર આરોપ કેવી રીતે લગાવી શકાય.
સંઘવીએ આરોપો ફગાવ્યાં
અભિષેક મનુ સંઘવીએ આ આરોપોને ફગાવતાં જણાવ્યું છે કે, હું જ્યારે રાજ્યસભામાં જઉં છું, ત્યારે મારી પાસે માત્ર રૂ. 500ની નોટ રાખુ છું.
મે આ પ્રથમ વખત સાંભળ્યું છે (મારી પાસે નોટોના બંડલ છે.) હું સંસદમાં 12.57 વાગ્યે પહોંચ્યો હતો.
સંસદની કામગીરી 1.00 વાગ્યે શરૂ થઈ હતી.
બાદમાં હું 1.30 વાગ્યા સુધી અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ સાથે બેઠો હતો અને ત્યારબાદ સંસદમાંથી બહાર નીકળ્યો હતો.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh