Explore

Search
Close this search box.

Search

December 12, 2024 7:22 pm

LATEST NEWS
Lifestyle

ખાન સરની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, બીપીએસસી(બિહાર પબ્લિક સર્વિસ કમિશન) ઉમેદવારોના સમર્થનમાં કરી રહ્યા હતા પ્રદર્શન

Facebook
Twitter
WhatsApp
Email

ખાન સરની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, બીપીએસસી ઉમેદવારોના સમર્થનમાં કરી રહ્યા હતા પ્રદર્શન

યુટ્યૂબમાં છવાયેલા બિહારના સેલિબ્રિટી ટીચર ખાન સરની તબિયત બગડી ગઈ છે.

ડિહાઈડ્રેશન અને તાવ બાદ તેમને પ્રભાત મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

કાલે જ તેઓ BPSC ઉમેદવારોના આંદોલનમાં સામેલ થયા હતા.

ત્યારબાદ આજે (7 ડિસેમ્બર) ખાન સરના ટ્વિટર હેન્ડલથી ફેક પોસ્ટને લઈને ફરિયાદ દાખલ થઈ છે.

ઉલ્લેખનીય છે કે, 6 ડિસેમ્બરે બિહારમાં 70માં BPSCની પ્રારંભિક પરીક્ષાના નિયમમાં ફેરફારને લઈને ખાન સર વિદ્યાર્થીઓની સાથે પ્રદર્શન કરી રહ્યા હતા.

ત્યારબાદ શનિવાર સવારે તેના પર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ખાન સરની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

જણાવી દઈએ કે, 13 ડિસેમ્બરે યોજાનારી BPSCની પ્રારંભિક પરીક્ષાના નિયમમાં ફેરફારને લઈને રાજધાની પટનામાં BPSC ઓફિસની બહાર સેંકડોની સંખ્યામાં ઉમેદવારો ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા હતા.

શુક્રવારના દિવસે પોલીસે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો.

એવી માહિતી મળી હતી કે મોડી સાંજે વિદ્યાર્થીઓની સાથે પ્રદર્શન કર્યા બાદ પોલીસે ખાન સરની અટકાયત કરી હતી.

જોકે, પોલીસ સ્ટેશનના ગેટની બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઈ ગયા અને તેમને છોડવાની માગને લઈને નારેબાજી કરવા લાગ્યા.

જણાવાઇ રહ્યું છે કે, વિદ્યાર્થીઓ એકઠા થતા પોલીસે ખાન સરને છોડી દીધા હતા.

બીજા દિવસે 7 ડિસેમ્બરની સવારે ખાન સરના ટ્વિટર હેન્ડલ ખાન ગ્લોબલ સ્ટડી પર ફેક પોસ્ટ કરીને વિદ્યાર્થીઓને ભ્રમિત કરવાના આરોપમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પટના પોલીસે ખાન સરના સ્ટેટસને લઈને સમગ્ર માહિતી પણ મીડિયાને આપી.

SDPO સચિવાલયના ડૉ. અન્નૂ કુમારે પુષ્ટિ કરી કે ખાન સરની ધરપકડ થઈ નથી.

ખાન સરને કાલે ગર્દનીબાગ પોલીસે અટલ પથ પર ખાન સરના આગ્રહ પર તેમની ગાડી પાસે છોડી દેવાયા હતા.

જણાવી દઈએ કે, ફરિયાદ બાદ એવી ચર્ચ થવા લાગી હતી કે ખાન સરની ધરપકડ કરી લેવાઈ છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment