Explore

Search
Close this search box.

Search

December 12, 2024 7:11 pm

LATEST NEWS
Lifestyle

આઈ.એસ.આઈ.એસ. નાં ૭૫ ઠેકાણા પર હુમલો

Facebook
Twitter
WhatsApp
Email

આઈ.એસ.આઈ.એસ. નાં ૭૫ ઠેકાણા પર હુમલો

અસદ સરકારના પતન બાદ સીરિયામાં અમેરિકા અને ઈઝરાયલ હાવી થઈ ગયું છે.

અમેરિકાએ સીરિયામાં હાજર ISIS હેઠળ 75 ઠેકાણા પર હુમલા કર્યા છે.

વળી, ઈઝરાયલે પણ આશરે 100થી વધારે ઠેકાણા પર હુમલા કર્યાં છે.

ISIS ના ઠેકાણા પર હુમલા

અમેરિકાના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, અમેરિકાએ સીરિયામાં હાજર ISIS ના ઠેકાણા પર ડઝનથી વધારે સ્ટ્રાઇક કરી છે.

અમેરિકન એરફોર્સના બી-52 સ્ટ્રેટોફોર્ટેસ બૉમ્બર, એફ-15 ઈ સ્ટ્રાઇક ઈગલ્સ અને એ-10 થંડરબોલ્ટ-2 ફાઇટર જેટે સેન્ટ્રલ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના નેતાઓ, લડવૈયા અને શિબિરો પર ડઝનથી વધારે હવાઈ હુમલા કર્યાં.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના એક વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપી કે, અમારા વિમાને આતંકવાદી સમૂહના 75થી વધારે ઠેકાણા પર સ્ટ્રાઇક કરી છે.

અમેરિકાએ દાવો કર્યો કે, આ હુમલા અસદ સરકારના પતન બાદ સીરિયામાં ફેલાયેલી અશાંતિને જોતા કરવામાં આવ્યા છે.

જેથી તેનો ફાયદો ISIS ન ઉઠાવી શકે.

બીજી બાજું ઈઝરાયલ પણ સીરિયામાં હુમલો કરી રહ્યું છે.

નાગરિકોની મોતથી ઈનકાર

અમેરિકન અધિકારીએ કહ્યું, ‘રાષ્ટ્ર પ્રમુખના આદેશ પર, અમે ISIS લડવૈયાઓ અને નેતાઓના એક મહત્ત્વપૂર્ણ સમૂહને નિશાનો બનાવ્યો.’

પેંટાગનના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ હુમલા સટીક હતાં અને અમને નથી લાગતું કે, તેમાં કોઈ નાગરિકને નુકસાન પહોંચ્યું છે.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ અનુસાર, અમેરિકન સેના હજુ પણ સ્ટ્રાઇકથી થયેલા નુકસાનની આકરણી કરી રહી છે.

ઈઝરાયલનું ઓપરેશન ન્યૂ ઈસ્ટ : આઈ.એસ.આઈ.એસ. નાં ૭૫ ઠેકાણા પર હુમલો

અસદના પતન બાદ ઈઝરાયલના રક્ષા દળોએ કબ્જે કરવામાં આવેલા ગોલાન હાઇટ્સમાં પોતાની સ્થિતિને મજબૂત કરતાં બફર ઝોનમાં સેના તૈનાત કરી દીધી છે.

ઈઝરાયલના અધિકારીઓનું કહેવું છે કે, તેઓએ અસ્થાઈ રીતે સીરિયાના આ વિસ્તાર પર કબ્જો કરી લીધો છે.

છેલ્લાં થોડા કલાકોમાં ઈઝરાયલની વાયુ સેનાએ સીરિયામાં 100 થી વધારે ઠેકાણો પર હુમલો કર્યો છે.

ઈઝરાયલ અધિકારીઓનું કહેવું છે કે, તે એવા સૈન્ય ઠેકાણા પર હુમલો કરી રહ્યા છે, જો તે ઉગ્રવાદીઓને હાથ લાગશે તો ઈઝરાયલની સુરક્ષાને જોખમ થઈ શકે છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment