જુઓ , ફિટનેસ મુદ્દે મોહમ્મદ શમી અને રોહિત શર્મા વચ્ચે વિવાદ ! બંનેના નિવેદન પણ વિરોધાભાસી : રિપોર્ટ
તાજેતરમાં જ એડિલેડ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ જે ખેલાડી મીડિયા અને પૂર્વ ક્રિકેટરોના નિશાને છે, તેમાંથી એક યુવા હર્ષિત રાણા પણ છે, જે બીજી ટેસ્ટમાં એક પણ વિકેટ લઈ શક્યો નથી. સિરાજને પણ તેવી સફળતા મળી નહીં જેવી ચાહકો આશા કરી રહ્યાં હતાં. ઓસ્ટ્રેલિયા આ મેચમાં દસ વિકેટથી જીત્યું, તો ભારતીય બોલર મેચમાં માત્ર દસ જ વિકેટ લઈ શક્યા. આ કારણ છે કે અનુભવી પેસર મોહમ્મદ શમીને ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા મોકલવાની માગ કરી રહ્યાં છે.
જોકે, એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દિગ્ગજ બોલરની ફિટનેસને લઈને કેપ્ટન રોહિત અને શમીની વચ્ચે બધું જ ઠીક નથી. બંને જ ખેલાડીઓના વિરોધાભાસી નિવેદન સામે આવી રહ્યાં છે. કંઈક આવા જ સમાચાર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી સીરિઝમાં પણ સામે આવ્યા હતા. ત્યારે પણ બોર્ડર ગાવસ્કર સીરિઝમાં શમીની ઉપલબ્ધતાને લઈને ભારતીય કેપ્ટનથી સવાલ કરવામાં આવ્યો હતો.
હવે જ્યારે શમીએ આ દાવો કર્યો હતો કે તે પોતાની ઈજાથી પૂરી રીતે ઉભરી ચૂક્યો છે તો રોહિતે સૂચન આપ્યું હતું કે ઓસ્ટ્રેલિયા જેવી મોટી સીરિઝ માટે શમી સંપૂર્ણરીતે ફિટ નથી. રિપોર્ટ અનુસાર રોહિતના આ નિવેદન બાદ બંને ખેલાડીઓ વચ્ચે ખૂબ આકરી ચર્ચા થઈ હતી. જ્યારે શમી એનસીએમાં હતો તો તેણે બેંગલુરુમાં રમાયેલી પહેલી ટેસ્ટ દરમિયાન રોહિતથી મુલાકાત કરી હતી. આ મીટિંગ દરમિયાન રોહિતના મીડિયામાં આપવામાં આવેલા નિવેદનને લઈને બંને ખેલાડીઓની વચ્ચે આકરી ચર્ચા થઈ હતી. આ નિવેદન રોહિતે ન્યૂઝીલેન્ડ સીરિઝ દરમિયાન શમીની ઉપલબ્ધતાના સવાલ પર આપ્યું હતું. એડિલેડ ટેસ્ટની સમાપ્તિ બાદ રોહિતે કહ્યું, ‘જોકે, ટીમમાં શમીની વાપસીનો દરવાજો ખુલ્લો છે પરંતુ ઉતાવળમાં દિગ્ગજ પેસરની વાપસી ઈચ્છતો નથી. રોહિતે એ પણ કહ્યું કે શમી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન ઈજાગ્રસ્ત પણ થયો હતો.’
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh