Explore

Search
Close this search box.

Search

December 12, 2024 9:28 pm

LATEST NEWS
Lifestyle

યુપીમાં મોટો રોડ અકસ્માત: હાથરસમાં કન્ટેનર અને મેઝિક વચ્ચે ટક્કર, સાત લોકોના કરૂણ મોત

Facebook
Twitter
WhatsApp
Email

યુપીમાં મોટો રોડ અકસ્માત: હાથરસમાં કન્ટેનર અને મેઝિક વચ્ચે ટક્કર, સાત લોકોના કરૂણ મોત

ઉત્તર પ્રદેશના હાથરસમાં મોટો રોડ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત નિપજ્યા છે.

જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને કબજામાં લઈ તપાસ શરૂ કરી દીધી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે હાથરસ જંક્શનના ગામ જેતપુર પાસે મથુરા-બરેલી માર્ગ પર કન્ટેનર અને મેઝિક વચ્ચે ભીષણ ટક્કર થઈ ગઈ હતી.

આ અકસ્માતમાં મેઝિકમાં સવાર 7 લોકોના મોત થઈ ગયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.

અકસ્માતની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ગ્રામજનોની મદદથી પોલીસે ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા.

આ સાથે જ તેમણે મૃતદેહોનો કબજો લીધો હતો. પોલીસ અકસ્માતની તપાસ હાથ ધરી છે.

સીએમ યોગી આદિત્યનાથે હાથરસના મથુરા-કાસગંજ હાઈવે પર થયેલા રોડ અકસ્માતની નોંધ લીધી છે.

મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા નિર્દેશ આપ્યો છે.

આ સાથે જ તેમણે ઘાયલોના ઝડપથી સાજા થવાની કામના પણ કરી છે.

સીએમ યોગીએ કર્યું ટ્વીટ

સીએમ યોગીએ X હેન્ડલ પર આ અંગે ટ્વીટ કરીને લખ્યું કે, ‘હાથરસ જિલ્લામાં મથુરા-કાસગંજ હાઈ-વે પર રોડ અકસ્માતમાં થયેલી જાનહાનિ ખૂબ જ દુ:ખદ છે.  મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવાર સાથે છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને રાહત કાર્ય ઝડપથી હાથ ધરવા અને ઘાયલોને યોગ્ય સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ભગવાન શ્રી રામને પ્રાર્થના છે કે, દિવંગત આત્માઓને પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપે અને ઘાયલોને ઝડપથી સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે.’

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment