Explore

Search
Close this search box.

Search

December 12, 2024 7:34 pm

LATEST NEWS
Lifestyle

દેશમાં ક્યાંય નહીં એવું બનશે અમદાવાદનું રેલવે સ્ટેશન , એક જ જગ્યાએ મળશે સામાન્ય-મેટ્રો અને બુલેટ ટ્રેન

Facebook
Twitter
WhatsApp
Email

દેશમાં ક્યાંય નહીં એવું બનશે અમદાવાદનું રેલવે સ્ટેશન , એક જ જગ્યાએ મળશે સામાન્ય-મેટ્રો અને બુલેટ ટ્રેન

અમદાવાદ કાલુપુર અને સાબરમતી રેલ્વે સ્ટેશનના રિડેવલોપમેન્ટની કામગીરીની રેલવે ડીઆરએમએ મુલાકાત લીધી હતી.

આ દરમિયાન તેમણે કાલપુર રેલવે સ્ટેશનમાં વિવિધ સુવિધા સાથે વિશ્વસ્તરીય બનાવવા માટે યાત્રિકોને વિવિધ સુવિધાઓ સાથે અમદાવાદ રેલવે સ્ટેશન પર યાત્રિકોને સામાન્ય ટ્રેન, મેટ્રો રેલ અને બૂલેટ ટ્રેનની સુવિધા એક સાથે મળી રહે તે પ્રકારનું આયોજન કરાશે તેમ જણાવ્યું હતું.

કાલુપુર સ્થિત રેલવે મથકે નવીનીકરણ બાદ પણ 12 પ્લેટફોર્મ જ રહેશે

અમદાવાદ રેલવે સ્ટેશન ગુજરાતનું મહત્વપૂર્ણ રેલવે સ્ટેશન છે.

જેમાં 12 પ્લેટફોર્મ અને 16 જેટલા ટ્રેક છે.

વિકસીત રેલ યાત્રા અંતર્ગત રેલવે દ્વારા દેશના 1300 જેટલા નાના- મોટા રેલવે સ્ટેશનોનું કરોડોના ખર્ચે નવિનીકરણ કરવામાં આવી રહ્યું છે.

જેમાં ગુજરાતના અમદાવાદ, સાબરમતી, મણિનગર, ભુજ, વટવા, અસારવા, ભિલડી, વિરમગામ, ધાંગધ્રા સહિતના 16 સ્ટેશનને આશરે 9000 કરોડથી વઘુ ખર્ચે વિકસીત કરાશે.

રેલવે મંત્રાલયના જણાવ્યાં પ્રમાણે અમદાવાદ સ્ટેશન માટે 2383 કરોડ, સાબરમતી સ્ટેશન માટે 340 કરોડ અને ભુજ સ્ટેશન માટે આશરે 300 કરોડનો સૌથી વઘુ ખર્ચ કરવામાં આવશે.

અને આ તમામ સ્ટેશનના નવિનીકરણનું કામ વર્ષ 2027 સુધીમાં પૂર્ણ કરવાનું રેલવે તંત્રનું આયોજન છે.

ત્યારે પશ્ચિમ રેલવેના ડીઆરએમ સુધીરકુમાર શર્મા સહિતના રેલવે અધિકારીઓએ બુધવારે અમદાવાદ, સાબરમતી રેલવે સ્ટેશનની મુલાકાત લઈ રિડેવલોપમેન્ટના કામની સમીક્ષા કરી હતી.

આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે,

આગામી ત્રણ વર્ષમાં તમામ રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ કરવામાં આવશે : દેશમાં ક્યાંય નહીં એવું બનશે અમદાવાદનું રેલવે સ્ટેશન

જેમાં ખાસ કરીને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનને એક વિશ્વસ્તરીય પરિવહન કેન્દ્ર બનાવવા માટે મુખ્ય બિલ્ડીંગ, પાર્સલ વિભાગ, રસ્તા સહિતની સુવિધા માટે આશરે 2383 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

હાલ બુલેટ ટ્રેનના કામને લઈ ત્રણ પ્લેટફોર્મ બંધ કરવામાં આવ્યાં છે .

ત્યારે સ્ટેશનનું નવીનિકરણનું કામ પૂર્ણ થતાં 12 સ્ટેશન ફરી કાર્યરત કરવામાં આવશે.

દરેક પ્લેટ ફોર્મ પર 4 લિફટ અને 4 એક્સેલેટર મુકવામાં આવશે.

આ ઉપરાંત સ્ટેશન નજીક આવેલા ઝુલતા મીનારાઓ પાસે મોઢેરાના સુર્ય મંદિરની ડિઝાઈન માફક સાર્વજનિક પ્લાઝા બનાવવામાં આવશે.

જેમાં સ્ટેશન પર આવતા- જતા યાત્રિકો માટે બેસવા અને હરવા-ફરવા માટે ઉપયોગી બનશે.

કાલુપુર વિસ્તાર ખુબ ગીચતા વાળો વિસ્તાર હોવાથી કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજ સુધી 6 લેન એલિવેશન બ્રિજ બનાવવામાં આવશે.

જેના માઘ્યમથી યાત્રિકો બ્રિજ ઉપરથી સીધા રેલવે સ્ટેશન પરથી અવર- જવર કરી શકશે.

અમદાવાદનું રેલવે મથક ભારતનું પ્રથમ એવું સ્ટેશન બનશે.

જ્યાંથી મુસાફરોને સામાન્ય ટ્રેન, મેટ્રો રેલ અને બૂલેટ ટ્રેનની સુવિધા એક જ સ્થળેથી ઉપલબ્ધ થશે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment