આંધ્રપ્રદેશની મહિલા સાથે લગ્ન કર્યા બાદ કરોડોના રક્ત ચંદનના લાકડાની દાણચોરી ઘડ્યો પ્લાન
પાટણના સિધ્ધપુર હાઈવે પર આવેલા શ્રેય ગોડાઉનના 70 નંબરના પ્લોટમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા બે કરોડની કિંમતનો 4 ટન વજનનો પ્રતિબંધિત લાલ ચંદનના લાકડાનો જથ્થો જપ્ત કરી પાટણ, મહેસાણા અને ડીસાના ત્રણ શખસોને દબોચી લીધા હતા.
આંધ્ર પ્રદેશના રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્કફોર્સ દ્વારા લાલ ચંદનની તસ્કરી અંગેના મળેલા ઈનપુટના આધારે પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચે લાલ ચંદનની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.
જેમાં જપ્ત કરાયેલ લાલ ચંદનનો જથ્થો મલેશિયા અને ચાઈના જેવા દેશોમાં એક્સપર્ટ કરવાની ફીરાકમાં ઝડપાયેલા શખસો હોવાનું સામે આવ્યું છે.
પ્રતિબંધિત ચંદન મલેશિયા, ચીન વેચવાની ફિરાકમાં હતા
આંધ્રપ્રદેશના રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સ દ્વારા લાલ ચંદનની ગેરકાયદેસર તસ્કરી કરવા બાબતે પાટણ પોલીસને ઇનપુટ મળ્યા હતા.
જેના આધારે પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચે લાલ ચંદનની તસ્કરી સંદર્ભે ટીમની રચના કરી હતી.
હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલીસ કરતાં પ્રાપ્ત માહિતી અન્વયે પરેશ કાંતીજી ઠાકોર , હંસરાજ વીરાજી જોષી તથા ઉત્તમ નંદકિશોરભાઇ સોનીની અટકાયત કરવામાં આવી હતી.
શકમંદોની પુછપરછ કરતાં તેમણે આશરે 3 થી 4 મહિના અગાઉ ગાડીમાં શાકભાજીની આડમાં લાલ ચંદનની તસ્કરી કરી લાવ્યા હોવાની કબુલાત કરી હતી.
ત્યારબાદ પ્રતિબંધીત લાલ ચંદનનો જથ્થો પાટણના સિધ્ધપુર હાઈવે પર આવેલા ગોડાઉનમાં રાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
વધુમાં આ શખસો આ લાલ ચંદનને મલેશિયા અને ચાઇના જેવા દેશોમાં સંપર્ક કરી એક્સ્પોર્ટ કરવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું હતું.
ત્યારબાદ એલસીબીએ લાલ ચંદનની તસ્કરીમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓ સામે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા મુજબ અટકકરી વધુ કાર્યવાહી માટે પાટણ સીટી બી ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા.
ત્યારબાદ આંધ્રપ્રદેશ રાજ્યના રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સનીટીમ અત્રે આવતાં પાટણ ખાતેથી 4.5 ટન વજનનો અને રૂપિયા બે કરોડથી વઘુનો લાલ ચંદનનો 150 થી વધુ લોગનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ ત્રણેય આરોપીઓએ અગાઉ આવી ચંદનની તસ્કરી કરેલ છે કે કેમ, અન્ય વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
જયારે લાલ ચંદનની હેરાફેરી અંગેનો ગુનો ચિરૂપતી પોલીસ મથકે નોંધાયેલા હાવાથી આંધ્રપ્રદેશ ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા આરોપીઓના ટ્રાન્સીઝીસ્ટ રિમાન્ડ મેળવી લાલ ચંદન તસ્કરીના ગુનામાં કાર્યવાહી કરાશે.
આંધ્રપ્રદેશની મહિલા સાથે લગ્ન કર્યા બાદ ઘડ્યો ચંદનની દાણચોરીનો પ્લાન
રક્ત ચંદનની દાણચોરીમાં પકડાયેલા ત્રણ આરોપીમાંથી એક આરોપીના પ્રેમ લગ્ન આંધ્રપદેશની મહિલા સાથે થયા છે .
જેના કારણે આ આરોપીને આંધ્રપ્રદેશમાં લાલ ચંદનની તસ્કરીનો પ્લાન બનાવવા તેમજ સ્થાનિક તરસ્કરો સાથે સબંધ બનાવવા માટે આંધ્રપ્રદેશની સ્થાનિક ભાષામાં સરળતા મળી હતી.
જે બાદ બાદ આંધ્રપ્રદેશના ફોરેસ્ટમાંથી આ લાલ ચંદન આશરે દોઢથી બે કરોડમાં લાવવામાં આવ્યું હતું.
જોકે જે ત્રણ આરોપીઓ પકડાયા છે તેમાંથી એક આરોપીએ આ લાલ ચંદન ખરીદવા રૂપિયા પુરા પાડવાની મદદગારી કરી છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh