Explore

Search
Close this search box.

Search

December 13, 2024 2:18 am

LATEST NEWS
Lifestyle

ન્‍યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં નમૂનાઓના પૃથ્થકરણ અને તાલીમ માટેની ફીના નવા ધોરણો જાહેર કરાયા

ન્‍યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં નમૂનાઓના પૃથ્થકરણ અને તાલીમ માટેની ફીના નવા ધોરણો જાહેર કરાયા
Facebook
Twitter
WhatsApp
Email
ન્‍યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં નમૂનાઓના પૃથ્થકરણ અને તાલીમ માટેની ફીના નવા ધોરણો જાહેર કરાયા
ગૃહ વિભાગ હસ્તકની ન્‍યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં વિવિધ નમૂનાઓનું પૃથ્થકરણ તેમજ તાલીમ માટેની ફીના નવા ધોરણો જાહેર કરવામાં આવ્યા છે. નિયમોનુસાર દર બે વર્ષે નમૂનાઓના પૃથ્થકરણ અને તાલીમ માટેની ફીમાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવે છે. આ નવા દરો તા. ૧લી સપ્ટેમ્બર, ૨૦૨૪થી અમલી થયા છે, તેમ ગૃહ વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં ખાનગી સંસ્થા કે અન્ય બહારની વ્યક્તિઓ, તમામ સરકારી તેમજ અર્ધ સરકારી વિભાગો, બહારના રાજ્યો તથા કેન્દ્ર સરકારની સંસ્થાઓ તરફથી આવતા કેસોની ચકાસણી, પૃથ્થકરણ તથા ફોરેન્સિક સાયકોલોજી જૂથમાં આવતા બ્રેઇન ફિંગર પ્રિન્ટિંગ અને નાર્કો પરિક્ષણના કિસ્સામાં ફીનું ધોરણ વખતો વખત નક્કી કરવામાં આવે છે.
૧૦ ટકા વધારા સાથેના પરીક્ષણ ફીના નવા દરો નીચે મુજબ છે:
૧. ટોક્સિકોલોજી પરીક્ષણો – નમૂના દીઠ રૂ. ૮,૦૫૨/-
૨. સિરોલોજીકલ/બાયોલોજીકલ પરીક્ષણો નમૂના દીઠ – રૂ. ૮,૦૫૨/-
૩. બેલેસ્ટિક પરીક્ષણો – નમૂના દીઠ રૂ. ૮,૦૫૨/-
૪. બ્લડ આલ્કોહોલ પરીક્ષણો – નમૂના દીઠ રૂ. ૮,૦૫૨/-
૫. ફિઝિક્સ અને કેમિકલ પરીક્ષણો – નમૂના દીઠ રૂ. ૮,૦૫૨/-
૬. વોઈસ આઈડેન્ટીફીકેશન – નમૂના દીઠ રૂ. ૮,૦૫૨/-
૭. ડી.એન.એ. – નમૂના દીઠ રૂ. ૧૬,૧૦૫/-
૮. સાઈબર ક્રાઈમ – નમૂના દીઠ રૂ. ૧૬,૧૦૫/-
૯. ફોરેન્સિક ફોટોગ્રાફી – નમૂના દીઠ રૂ. ૮,૦૫૨/-
૧૦. ફોરેન્સિક સાયકોલોજી
(૧) બ્રેઈન ફિંગરપ્રિન્ટ – નમૂના દીઠ રૂ. ૮૦,૫૨૫/-
(૨) નારકો એનાલિસિસ – નમૂના દીઠ રૂ. ૮૦,૫૨૫/-
(૩) પોલીગ્રાફી – નમૂના દીઠ રૂ. ૧૬,૧૦૫/-
(૪) હિપ્નોસીસ – નમૂના દીઠ રૂ. ૧૬,૧૦૫/-
(૫) સાયકોલોજીકલ પ્રોફાઈલીંગ – નમૂના દીઠ રૂ. ૧૬,૧૦૫/-
(૬) સસ્પેક્ટ ડીટેકશન – નમૂના દીઠ રૂ. ૧૬,૧૦૫/-
(૭) લેયર્ડ વોઈસ એનાલિસિસ – નમૂના દીઠ રૂ. ૧૬,૧૦૫/-
૧૧. નાગરિક પુરવઠા સહિતના (ગૃહ વિભાગ હસ્તક સિવાયના) તમામ સરકારી/અર્ધસરકારી વિભાગો તરફથી આવતા નમૂનાઓની ચકાસણી બાબતે ફીનો દર – નમૂના દીઠ રૂ. ૮,૦૫૨/-
૧૨. ગૃહ વિભાગ હસ્તક સિવાયની તમામ સરકારી/અર્ધસરકારી કચેરી માટે સ્થળ મુલાકાત લઇ તાંત્રિક અભિપ્રાય આપવાના કિસ્સાઓ માટે મુલાકાત દીઠ દર – નમૂના દીઠ રૂ. ૮,૦૫૨/-
૧૩. નારકો એનાલિસિસ, બ્રેઈન ફિંગરપ્રિન્ટીંગના અગ્રીમતાના કેસોની ફી – નમૂના દીઠ રૂ. ૧,૬૧,૦૫૧/-
૧૪. સરકાર પક્ષકાર ન હોય તેવી ખાનગી વ્યક્તિઓ/આરોપીઓ દ્વારા કેસોની તપાસ – નમૂના દીઠ રૂ. ૮૦,૫૨૫/-
(અદાલતમાં સાક્ષી તરીકે બોલાવે ત્યારે કલાક દીઠ રૂ. ૧,૫૯૭/-)
Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment