Explore

Search
Close this search box.

Search

December 13, 2024 9:09 am

LATEST NEWS
Lifestyle

ભાવનગરના કોઝ-વે પર બસ નદીના પ્રવાહમાં ફસાઈ – 29 મુસાફરો સવાર , ભારે જહેમત બાદ તમામને બચાવી લેવાયા.

Facebook
Twitter
WhatsApp
Email

ભાવનગરના કોઝ-વે પર બસ નદીના પ્રવાહમાં ફસાઈ – 29 મુસાફરો સવાર , ભારે જહેમત બાદ તમામને બચાવી લેવાયા.

ભાવનગરના કોળિયાક નિષ્કલંક નજીકની ઘટના,
• કોઝ વે પર પસાર થઈ રહેલ બસ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ હતી.
• તમિલનાડુની એક ખાનગી બસ ગઈકાલ સાંજે (26 સપ્ટેમ્બર) નદીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ હતી જેમાં કુલ 29 મુસાફરો સવાર હતા.
• પ્રથમ બચાવમાં ગયેલો ટ્રક પણ ફસાયો હતો, ત્યારબાદ રાત્રીના સમયે NDRF ટીમ અને સ્થાનિક લોકોના સહયોગથી બસની બારીના કાચ તોડી રાત્રે ત્રણ વાગ્યે તમામ લોકોને બચાવાયા હતા.
• હાલ તમામ લોકો સુરક્ષિત છે.

તમિલનાડુ રાજ્યથી 29 જેટલા શ્રદ્ધાળુઓ ગઇકાલે ભાવનગર ના નિષ્કલંક મહાદેવ મંદિર દર્શનાર્થે જતા હતા ત્યારે આ યાત્રિકો કોળીયાક ગામે પૂલ ઉપરથી બસ નીચે ખાબકતા વરસાદના પાણીના ધસમસતા વહેણમાં ફસાયા હતાં.

આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી,ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર, કલેકટર શ્રી, મ્યુ. કમિશનરશ્રી, એસ.પી શ્રી, NDRF,FIRE,Policeવિભાગ, મેડીકલ વિભાગ,સ્વયં સેવકો અને ગ્રામજનોની ભારે જહેમત બાદ તમામને બચાવી લેવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને ભાવનગર સુરક્ષિત જગ્યાએ લઈ જઈ તમામની મેડીકલ તપાસ કરી, ભોજન વ્યવસ્થા સવારે 4:00 કલાકે પૂરી પાડવામાં આવી હતી.

આપણા ડો.ચિન્મય શાહ સાહેબ(મેડીકલ સુપ્રિ., સર . ટી જનરલ હોસ્પિટલ આખી રાત સતત હાજર રહી મેડીકલ ટીમ અને અન્ય જરૂરી મદદ પૂરી પાડેલ અને તેઓ દ્વારા કોળીયાક ઘટના સ્થળે પણ આપણી એક ટીમ મોકલી મેડીકલને લગતી સૂચનાઓ માર્ગદર્શન આપી ત્યાં હાજર ટીમને મદદ કરેલ.

આ ઉપરાંત સર.ટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ભાવનગર ના તમિલ ભાષા જાણતા ડોક્ટર્સ ને રેસ્ક્યુ સેન્ટર એ બોલાવી તમામ શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી તમામને સારવાર આપી તમામને સાંત્વના પાઠવેલ.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment