યુવરાજસિંહ જાડેજા : TRB કર્મચારી હડતાળ ઉપર , સરકાર દ્વારા પગાર વધારાનો મુદ્દો
સરકાર દ્વારા જે પગાર વધારાનો વાયદો આપવા આવ્યો હતો તે પૂરો ન થતાં TRB કર્મચારી હડતાળ ઉપર
📌સરકાર દ્વારા જે પગાર વધારાનો વાયદો આપવા આવ્યો હતો તે પૂરો ન થતાં TRB કર્મચારી હડતાળ ઉપર
📌300 રૂપિયા પ્રતિદિન માં તો ક્યાં પરિવારનું પૂર્ણ થઈ શકે ?🤔
👲🏻મૂળતઃ આ લોકોનું કામ વધારે ભીડભાડ વાળા વિસ્તારમાં હેરાનગતી ન થાય તે માટે ટ્રાફિક પોલીસ સાથે રહીને ટ્રાફિક નિયમન કરવાનું અને સુચારુ વ્યવસ્થા ઉભી કરવાનું હતું. આ બ્રિગેડ ટ્રાફિક પોલીસ ની અંતગર્ત આવે છે પરંતુ પોલીસ નો હિસ્સો ગણવામાં નથી આવતો એટલે કે તે સરકારી કર્મચારી નથી કોન્ટ્રાકટ કર્મચારી છે.
🔴આ માનદ સેવામાં તેમને 300 રૂપિયા જેટલું મહેનતાણું (ટ્રાફિક પોલીસ ટ્રસ્ટ દ્વારા) ચૂકવવામાં આવતું (મહિનાના લગભગ 9000)
🥺જેમાં તે TRB ધૂળ, ધુવાડો અને તડકો ખાતા ફરજ બજવતાં જોવા મળે છે.
🔴કોઈ કિસ્સાઓમાં આપણે TRB ને રાહદારીના દસ્તાવેજ તપાસતા,લાયસન્સ માંગતા,દંડ કરતા મેમો ચલણ બનાવતા જોયા છે..
ઘણીવાર તોડપાણી, હપ્તાખોરી, કટકી જેવા ભ્રષ્ટાચાર ના આરોપ પણ લાગેલ છે જેની હજારો ફરિયાદ પણ થઈ છે તે પણ નરી વાસ્તવિકતા છે.
પરંતુ………
🤔 શું બધા જ TRB જવાન કટકી કે તોડપાણી કરે છે ?
🤔 શું બધા જ TRB જવાન દાદાગીરી કરે છે ?
☝🏻👉 તો એનો જવાબ બિલકુલ ના છે.
☝️ જે અમુક ઉંચ્ અધિકારીના માનીતા છે તે જ કઈક આવા કિસ્સાઓમાં જોવા મળ્યા છે.
👉 એટલે આમાં “”કરે કોઈ, ભોગવે કોઈ ને ફાવે કોઈ!”” તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે.
📌પ્રમાણિકતા અને ઈમાનદારી થી નોકરી કરતા TRB જવાનો નું શું ?
📌જે પોતાનું ગુજરાન ચલાવવા ચોકસાઈ થી ફરજ બજવતા હોઈ તેનું 300 રૂપિયા માનદ વેતન કેટલું યોગ્ય ?
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh