Mutual Fund: સેબીએ Jio-BlackRockને આપી લીલી ઝંડી , મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં હલચલ મચાવવા તૈયાર મુકેશ અંબાણી
SEBI: Jio અને BlackRockએ જુલાઈ, 2023માં એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા. તેણે ઓક્ટોબર 2023માં સેબીમાં લાઇસન્સ માટે અરજી કરી હતી. બંને કંપનીઓ લગભગ 30 કરોડ ડોલરનું રોકાણ કરવા જઈ રહી છે.
SEBI: માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund) માર્કેટ માટે મોટો નિર્ણય લીધો છે. સેબીએ જિયો (Jio)અને બ્લેકરોક(BlackRock)ને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પ્રવેશવાની મંજૂરી આપી છે. મુકેશ અંબાણી(Mukesh Ambani)ની આગેવાની હેઠળની જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ (Jio Financial Services)ના પ્રવેશથી મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં સ્પર્ધા વધી શકે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે હાલમાં રૂ. 66 લાખ કરોડની સંપત્તિ છે.
બંને કંપનીઓએ જુલાઈ, 2023માં એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા
જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસે શુક્રવારે એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે બ્લેકરોક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સાથેના તેના સંયુક્ત સાહસને 3 ઓક્ટોબરે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પ્રવેશવાની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. કંપનીના જણાવ્યા અનુસાર, સેબી તમામ જરૂરી દસ્તાવેજો આપ્યા બાદ જિયો અને બ્લેકરોકને અંતિમ મંજૂરી આપશે. બંને કંપનીઓએ જુલાઈ, 2023માં એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા. આ ઉપરાંત, તેણે ઓક્ટોબર, 2023માં સેબીમાં લાયસન્સ માટે અરજી કરી હતી. બંને કંપનીઓએ જાહેરાત કરી હતી કે તેઓ એસેટ મેનેજમેન્ટ બિઝનેસમાં લગભગ 30 કરોડ ડોલરનું રોકાણ કરશે. બંને કંપનીઓ સંયુક્ત સાહસમાં દરેકમાં 15-15 કરોડ ડોલરનું રોકાણ કરશે.
સસ્તા અને ટકાઉ રોકાણ વિકલ્પો પ્રદાન કરવાનો પ્રયાસ કરશે
બ્લેકરોકના ઈન્ટરનેશનલ હેડ રશેલ લોર્ડે (Rachel Lord)કહ્યું કે અમે આ મંજૂરી મેળવીને ખુશ છીએ. અમે ભારતના કરોડો લોકોને સસ્તા અને ટકાઉ રોકાણ વિકલ્પો પ્રદાન કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. Jio ફાયનાન્સિયલ સર્વિસીસ સાથે મળીને અમે ભારતને બચત કરતા દેશમાંથી રોકાણ કરતા દેશમાં બદલવાનો પ્રયાસ કરીશું. અમે ભારતમાં નવા પ્રકારના ઉત્પાદનો રજૂ કરીશું. રશેલ લોર્ડે કહ્યું કે રોકાણ દ્વારા આપણે આપણા નાણાકીય લક્ષ્યોને ઝડપથી પ્રાપ્ત કરી શકીએ છીએ. તમે મૂડી પણ એકત્ર કરી શકો છો. Jio અને BlackRock વેલ્થ મેનેજમેન્ટ અને સ્ટોક બ્રોકિંગ બિઝનેસમાં મજબૂત રીતે સાથે કામ કરશે.
ઑગસ્ટ, 2023માં જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ સ્ટોક માર્કેટમાં લિસ્ટ થઈ
Jio Financial Services ગ્રાહકોને અનેક પ્રકારની નાણાકીય સેવાઓ પૂરી પાડે છે. અગાઉ આ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની હતી. તે ઓગસ્ટ 2023માં શેરબજારમાં લિસ્ટ થઈ હતી. Jio ફાઇનાન્સિયલ સર્વિસિસની પેટાકંપની Jio Finance પાસે RBI તરફથી NBFC લાઇસન્સ છે. તેની બીજી પેટાકંપની Jio પેમેન્ટ્સ બેંક છે. Jio Financial Services ને NBFC થી કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની (CIC) માં કન્વર્ટ કરવા માટે RBI તરફથી મંજૂરી મળી છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh