ગુજરાતમાં મધરાત્રે કચ્છમાં ભૂકંપના આંચકાથી અફરા-તફરી મચી, જાણો કેટલી હતી તીવ્રતા?
ગુજરાતના કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. માહિતી અનુસાર આ ભૂકંપના આંચકા મધરાત્રે લગભગ 3 વાગ્યે અને 54 મિનિટે અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 બતાવાઈ છે. જેના લીધે અફરા-તફરી મચી ગઇ હતી અને લોકો ઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું?
અત્યાર સુધી મળતી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના ખાવડાથી લગભગ 47 કિ.મી. ઉત્તરપૂર્વમાં બતાવાઈ રહ્યું છે. જોકે અત્યાર સુધી આ ભૂકંપને કારણે કોઈ મોટાપાયે નુકસાન કે જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh