કેકેઆરે ૧૩ કરોડમાં રિટેન કર્યા બાદ, રિંકુ સિંહે આલીશાન બંગલો ખરીદ્યો
કેકેઆરના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. આ વખતે પોતાના પ્રદર્શનને લઈ ને નહિ પરંતુ આલીશાન ઘરને લઈ ચર્ચામાં છે. કોલકત્તા નાઈટરાઈડર્સે રિંકુ સિંહને રિટેન કર્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમનો યુવા ડાબોડી બેટ્સમેન રિંકુ સિંહ હાલમાં ખુબ ચર્ચામાં છે. રિંકુને આઈપીએલ 2025ના રિટેન્શનમાં કોલકત્તા નાઈટ રાઈડર્સે 13 કરોડમાં રિટેન કર્યો છે.
આઈપીએલમાં તોફાની ઈનિગ્સ રમ્યા બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહના ઘરનું એડ્રેસ બદલી ગયું છે. હવે તેના ઘરનું એડ્રેસ ઓઝોન સિટીના ધ ગોલ્ડન એસ્ટેટમાં કોઠી નંબર-38 હશે. ભારતીય સ્ટાર બેટ્સમેન પોતાના નવા ઘરમાં એન્ટ્રી કરી લીધી છે.
રિંકુ સિંહનું નવુ ઘર ઓઝોન સિટીના ધ ગોલ્ડન એસ્ટેટમાં કોઠી નંબર 38 છે. તેનું આ ઘર ખુબ આલીશાન છે. તે સાઉથ આફ્રિકા પ્રવાસ પર જતા પહેલા તેના નવા ઘરમાં પ્રવેશ કર્યો હતો.
આઈપીએલની શરુઆત વર્ષ 2025 માર્ચ-એપ્રિલથી શરુ થશે. આ પહેલા કોલકત્તા નાઈટરાઈડર્સે રિંકુ સિંહને રિટેન કર્યો હતો. કેકેઆરે તેને 13 કરોડમાં રિટેન કર્યો છે. 2022ના ઓક્શનમાં રિંકુ સિંહને 55 લાખ રુપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
આ સાથે રિંકુ સિંહ હવે આઈપીએલ 2024માં કેકેઆર દ્રારા રિટેન કરવામાં આવતા સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. કેકેઆરે રિટેન કરતા રિંકુ સિંહ સહિત તેનો આખો પરિવાર ખુશ છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh