ઈન્ડિયા વી. ઓસ્ટ્રેલિયા સીરિઝમાં વિરાટ કોહલી સચિન નો મહારેકોર્ડ તોડવા ઉતરશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરુઆત 22 નવેમ્બરના રોજ થવા જઈ રહી છે. ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયાની ટીમ આ સીરિઝ માટે ખુબ પરસેવો પાડી રહી છે. આ સીરિઝમાં સૌની નજર વિરાટ કોહલી પર છે.
વિરાટ કોહલી આ સીરિઝમાં અનેક રેકોર્ડ પોતાના નામે કરવા મેદાનમાં ઉતરશે.તો બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધારે સદી ફટકાવવાના મામલે સચિન તેંડુલકરને પણ પાછળ છોડી શકે છે.
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલી સૌથી વધારે સદી ફટકાવવાનાર બેટસમેન બની શકે છે. આ કીર્તિમાનને તે પોતાના નામે કરવા માટે માત્ર 2 ડગલા દુર છે.
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સચિને અત્યારસુધી સૌથી વધારે સદી ફટકારી છે. તેના નામે 9 સદી છે. વિરાટ કોહલીના નામે હાલમાં 8 સદી છે. જો વિરાટ કોહલી આ સીરિઝમાં 2 સદી ફટકારી દે છે તો તે માસ્ટર બ્લાસ્ટરનો મહારેકોર્ડ તોડી શકે છે.
સચિન 9 સદી સાથે નંબર વન પર છે, જ્યારે 8 સદી ફટકાવનાર બેટ્સેનના લિસ્ટમાં વિરાટ કોહલી સિવાય રિંકી પોન્ટિગં અને સ્ટીવ સ્મિથનું નામ છે. આ સિવાય માઈકલ ક્લાર્કના નામે 7 સદી છે. તો મૈથ્યુ હૈડન અને વીવીએસ લક્ષ્ણે પોતાના કરિયરમાં 7 સદી ફટકારી છે. આગામી સિરીઝ માટે વિરાટ કોહલી સિવાય સ્મિથ પાસે પણ સૌથી વધારે સદી ફટકારવાની તક છે.
વિરાટ કોહલી અંદાજે 1 વર્ષથી ટેસ્ટ સદી પોતાને નામ કરી શક્યો નથી. તેમણે બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ મેચ રમી હતી. આ સીરિઝમાં તેમણે સારું પ્રદર્શન કર્યું નથી. જ્યારે હાલમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી 3 મેચની ટેસ્ટ સીરિઝમાં પણ તે કમાલ કરી શક્યો ન હતો.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh