Explore

Search
Close this search box.

Search

December 13, 2024 1:35 am

LATEST NEWS
Lifestyle

કેનેડા આવતા ભારતીયોનું એરપોર્ટ પર ખાસ ચેકિંગ કરો , ટ્રુડો સરકારના નિર્ણયથી બંને દેશ વચ્ચે તિરાડ વધશે

Facebook
Twitter
WhatsApp
Email

કેનેડા આવતા ભારતીયોનું એરપોર્ટ પર ખાસ ચેકિંગ કરો , ટ્રુડો સરકારના નિર્ણયથી બંને દેશ વચ્ચે તિરાડ વધશે

ભારત અને કેનેડા વચ્ચે વધતા તણાવ વચ્ચે હવે કેનેડાથી ભારત આવતા મુસાફરોની વધુ સુરક્ષા તપાસ કરવામાં આવશે. ભારત આવતા લોકો તથા તેમના સામાનનું એરપોર્ટ પર ખાસ સ્ક્રિનિંગ કરવામાં આવશે. જેના કારણે મુસાફરોની તપાસમાં થોડો વધુ સમય આગશે. કેનેડાના પરિવહન મંત્રી અનિતા આનંદે સોમવારે સાંજે આ નિર્ણય વિશે વાત કરતા તેને નવા અસ્થાયી પ્રોટોકોલનો એક ભાગ ગણાવ્યો હતો, જેને ખૂબ જ સાવધાની પૂર્વક લાગુ કરવામાં આવ્યો છે.

મુસાફરો અને તેમના સામાનની તપાસ કરવામાં આવશે

આ સુરક્ષા પ્રોટોકોલ કેનેડિયન એર ટ્રાન્સપોર્ટ સિક્યુરિટી ઓથોરિટી (CATSA) દ્વારા લાગુ કરવામાં આવશે. CATSA એ એજન્સી છે જે કેનેડિયન એરપોર્ટના પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશતા પહેલા મુસાફરો અને તેમના સામાનની તપાસ કરશે.

4 કલાક પહેલા પહોંચવું પડશે એરપોર્ટ 

નવા પ્રોટોકોલ મુજબ, એર કેનેડાએ ભારત મુસાફરી કરતા મુસાફરોને લાંબા સિક્યુરિટી ટાઈમ અંગેની જાણકારી આપી દીધી છે. જેના માટે મુસાફરોએ ચાર કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવાનું રહેશે.

કેનેડાથી ભારત મુસાફરી કરનારાઓ માટે કડક પ્રોટોકોલ

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે દાવો કર્યાના એક મહિના પછી ભારત મુસાફરી કરતા પ્રવાસીઓ માટે સુરક્ષા પ્રોટોકોલ કડક કરવાનું પગલું ભરવામાં આવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે તેમની પાસે ભારત સરકાર વતી કામ કરતા એજન્ટોની સંડોવણીના પુરાવા છે, જેઓ કેનેડામાં ગેરવસૂલી, ધાકધમકી, સતામણી જેવા સંગઠિત ગુનાઓમાં સામેલ હતા.

ત્યારે સામે ભારતે કેનેડિયન પોલીસના આ દાવાને રદિયો આપ્યો હતો. ઓટાવાના આરોપોને નકારી કાઢ્યા બાદ ભારતે કેનેડા ખાતેના તેના હાઈ કમિશનર સંજય કુમાર વર્માને પણ પાછા બોલાવ્યા હતા. ત્યારથી બંને દેશોએ એકબીજાના ટોચના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment