Maharashtra Exit Poll Results 2024 LIVE Update ; Jharkhand
એક્ઝિટ પોલ : મહારાષ્ટ્રના ૧૧ માંથી ૬ પોલમાં ભાજપ ગઠબંધનની સરકાર , ઝારખંડના ૮ માંથી ૪ પોલમાં ભાજપને બહુમતી
મહારાષ્ટ્રમાં 288 અને ઝારખંડની 81 વિધાનસભા બેઠકો માટે બુધવારે મતદાન પૂર્ણ થયું હતું. પરિણામ 23 નવેમ્બરે આવશે, પરંતુ તે પહેલા એક્ઝિટ પોલ આવી ગયા છે.
મહારાષ્ટ્રમાં 11માંથી 6 એક્ઝિટ પોલમાં ભાજપની ગઠબંધન સરકારની રચનાની આગાહી કરવામાં આવી છે. બાકીના 4 એક્ઝિટ પોલમાં કોંગ્રેસ ગઠબંધન એટલે કે મહાવિકાસ અઘાડીને બહુમતી મળવાનું કહેવાય છે. એક ત્રિશંકુ વિધાનસભા છે.
ઝારખંડમાં 8 એક્ઝિટ પોલ આવ્યા. તેમાંથી બીજેપી ગઠબંધન 4માં જ્યારે I.N.D.I.A ગઠબંધન 2માં સરકાર બનાવે તેવી ધારણા છે. બાકીના 2 એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરવામાં આવી છે.
એક્ઝિટ પોલ જાહેર કરતી એજન્સીઓ અને તેમના દ્વારા બહાર પાડવામાં આવેલ ડેટા નીચેના કોષ્ટકમાં જુઓ…
ચૂંટણી પહેલાં બે ઓપિનિયન પોલ હતા…
એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ વચ્ચેનો તફાવત
ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ એ ચૂંટણી સરવે છે. ચૂંટણી પહેલાં ઓપિનિયન પોલ કરવામાં આવે છે. એનાં પરિણામો પણ ચૂંટણી પહેલાં જાહેર કરવામાં આવે છે. તમામ લોકો આમાં સામેલ છે. મતલબ એ જરૂરી નથી કે સર્વેક્ષણના પ્રશ્નોના જવાબ મતદાર જ આપે. આ સરવેમાં વિવિધ મુદ્દાઓના આધારે જનતાના મૂડનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
ચૂંટણી દરમિયાન એક્ઝિટ પોલ લેવામાં આવે છે. મતદાનના તમામ તબક્કા પૂર્ણ થયા બાદ એનાં પરિણામો જાહેર કરવામાં આવે છે. મતદાનના દિવસે એક્ઝિટ પોલ એજન્સીઓના અધિકારીઓ મતદાન મથકો પર હાજર હોય છે. મતદાન કર્યા બાદ તેઓ મતદારોને ચૂંટણી સંબંધિત પ્રશ્નો પૂછે છે.
મતદારોના પ્રતિભાવોના આધારે રિપોર્ટ બનાવે છે. મતદારો કઈ તરફ વધુ ઝોક ધરાવે છે એ જાણવા માટે રિપોર્ટનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ પછી પરિણામો અંદાજવામાં આવે છે.
મહારાષ્ટ્રમાં છેલ્લી 3 વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ…
2019માં મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના (અવિભાજિત) ગઠબંધનને બહુમતી મળી હતી. 2014ની સરખામણીમાં ગઠબંધનની સીટો અને વોટ શેર બન્નેમાં ઘટાડો થયો હતો. ગઠબંધનને 161 બેઠક મળી હતી અને વોટ શેર 42% હતો. 2014માં આ ગઠબંધનને 185 બેઠકો મળી હતી, જેમાં ભાજપ પાસે 122 અને શિવસેનાને 63 બેઠક મળી હતી. વોટ શેર 47.6% હતો.
શિવસેના અને ભાજપ વચ્ચે તિરાડ, શિંદે અને અજિતનો બળવો, 5 વર્ષમાં મહારાષ્ટ્રનાં રાજકીય સમીકરણ બદલાયાં
2019: પરિણામો પછી ઉદ્ધવ ઠાકરેએ પાટલી બદલી અને CM બન્યા 1984માં શિવસેના અને ભાજપ નજીક આવ્યા હતા. 2014માં થોડા સમય માટે આ ગઠબંધનમાં તિરાડ પડી હતી. જોકે બંને પક્ષોએ 2019ની વિધાનસભા ચૂંટણી એકસાથે લડી અને જીતી. આ પછી બંને પક્ષો વચ્ચે મતભેદો થયા હતા. ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બર 2019ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લઈને મુખ્યમંત્રી બન્યા હતા. ઉદ્ધવ સરકારે ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થઈને અઢી વર્ષ પૂરાં કર્યાં.
2022: એકનાથ શિંદેનો બળવો અને શિવસેના બે ભાગમાં વહેંચાઈ ગઈ 2019માં, ઉદ્ધવે શહેરી વિકાસમંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદેને રાજ્ય સરકારમાં ધારાસભ્ય દળના નેતા બનાવ્યા હતા. મે 2022માં શિંદેએ 39 ધારાસભ્ય સાથે બળવો કર્યો હતો. રાજકીય ડ્રામા બાદ ઉદ્ધવે રાજીનામું આપ્યું. 24 કલાકની અંદર શિંદેએ CM તરીકે શપથ લીધા અને દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી CM તરીકે શપથ લીધા.
2023: અજિત પવારે બળવો કર્યો, NCP તૂટી ગઈ 10 જૂન 2023ના રોજ NCPના 25મા સ્થાપના દિવસે, શરદ પવારે પાર્ટીના બે કાર્યકારી પ્રમુખો, પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુલેના નામની જાહેરાત કરી. NCPમાં સાઇડલાઇન થવાના સંકેતો જોતા, 2 જુલાઈ, 2023ના રોજ, અજિત પવાર 41 ધારાસભ્ય સાથે મહાયુતિમાં જોડાયા અને શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી બન્યા.
2024ની લોકસભા ચૂંટણીમાં MVAને ફાયદો, મહાયુતિને નુકસાન
લોકસભા ચૂંટણીના આધારે MVAને વિધાનસભામાં બહુમત, કોંગ્રેસ પાસે લીડ
મહાયુતિ જીતી તો શિંદે-ફડણવીસ CM ફેસ, MVAમાં ત્રણ નામ આગળ
ઝારખંડ વિધાનસભા ચૂંટણી
હેમંતે 5 વર્ષમાં બેવાર CM તરીકે શપથ લીધા, ચંપાઈ ભાજપમાં જોડાયા
2019માં JMM, કોંગ્રેસ અને RJDએ મળીને 47 બેઠકો જીતી અને સરકાર બનાવી. 31 જાન્યુઆરીએ હેમંતની જમીનકૌભાંડમાં ધરપકડ કરી હતી. તેમની જગ્યાએ JMMના ચંપાઈ સોરેનને 2 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી બનાવ્યા હતા. ગઠબંધન સરકારના પતનને રોકવા માટે, JMM-કોંગ્રેસના 37 ધારાસભ્યોને હૈદરાબાદ મોકલ્યા હતા.
5 મહિના જેલમાં રહ્યા બાદ હેમંતને જામીન મળ્યા હતા. ચંપાઈએ 3 જુલાઈએ રાજીનામું આપ્યું. 4 જુલાઈના રોજ હેમંતે ત્રીજી વખત ઝારખંડના CM તરીકે શપથ લીધા હતા. 28 મેના રોજ ચંપાઈએ હેમંત સરકાર પર તેમના પર જાસૂસી કરવાનો આરોપ લગાવીને JMMમાંથી રાજીનામું આપ્યું હતું. ચંપાઈ 30 મેના રોજ ભાજપમાં જોડાયા હતા.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh