Explore

Search
Close this search box.

Search

December 13, 2024 3:19 am

LATEST NEWS
Lifestyle

દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ, ૩ પુરુષ સહિત ૨ મહિલાની ધરપકડ

Facebook
Twitter
WhatsApp
Email

દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ, ૩ પુરુષ સહિત ૨ મહિલાની ધરપકડ

મળતી માહિતી અનુસાર બે દિવસ પહેલા વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવી શરીર સુખ બાંધવાની વાત કરી લૂંટ ચલાવી હતી.

મહિલાએ વૃદ્ધને લાલચ આપીને અવાવરું સ્થળે લઈ ગયા બાદ ઢોર માર માર્યો હોવાનું પણ સામે આવ્યુ હતુ. અન્ય લોકોએ પણ ત્યાં જઈ વૃદ્ધને માર મારી 42 હજાર રુપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યુ છે. વૃદ્ધની ફરિયાદને આધારે પોલીસે આરોપી રાહુલ જામ,સોનલ જામ,રમેશ સંઘાર, સુનીતા સંઘાર ,સુમીત ચિંતામણીની ધરપકડડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ, ૩ પુરુષ સહિત ૨ મહિલાની ધરપકડ

 

સુરતમાં બની હતી હની ટ્રેપની ઘટના

બીજી તરફ આ અગાઉ સુરતમાં સુરતના અડાજણ વિસ્તારના 45 વર્ષીય કોન્ટ્રાકટરને ફસાવી 5 લાખ પડાવ્યા હોવાની ઘટના બની હતી. અડાજણ વિસ્તારના પારલે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટર નજીકની ઘટના બની હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અમન ઉલ્લા શેખે તેના કોન્ટ્રાક્ટર મિત્રને અર્જન્ટ કામનું કહી ઘરે બોલાવ્યો હતો.

કોન્ટ્રાકટરને રુમમાં બેસાડી દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. થોડી વારમાં નકલી PSI બની અમિત ઠક્કર તેના સાગરીતો સાથે રુમમાં આવી પહોંચ્યો હતો. ત્યાર બાદ કોન્ટ્રાકટરને હથકડી પહેરાવી, નગ્ન કરી માર મારીને વીડિયો બનાવ્યો હતો. આમ કરી પીડિત પાસેથી ટોળકીએ 5 લાખ રુપિયા પડાવ્યા હતા. સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉમરા પોલીસે અમિત ઠક્કર સહિત વિજય માળી, અલ્પેશ પટેલ, અમન ઉલ્લા શેખને ઝડપ્યા હતા.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment