Explore

Search
Close this search box.

Search

December 12, 2024 9:24 pm

LATEST NEWS
Lifestyle

જુઓ , પરીક્ષા રદ નહીં કરવાના નિર્ણયને યુવરાજસિંહે બાલિશ ગણાવ્યો, કહ્યુ ધાંધલી કરનારા ખુદને જ આપી રહ્યા છે ક્લિનચીટ

Facebook
Twitter
WhatsApp
Email

જુઓ , પરીક્ષા રદ નહીં કરવાના નિર્ણયને યુવરાજસિંહે બાલિશ ગણાવ્યો , કહ્યુ ધાંધલી કરનારા ખુદને જ આપી રહ્યા છે ક્લિનચીટ

અમદાવાદમાં રવિવારના રોજ લેવાયેલી AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આરોપોને ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેશનલ એક્ઝામિનેશન કમિટીના OSDએ ફગાવ્યા છે અને પરીક્ષા રદ નહીં થાય તેમ જણાવ્યુ છે. આ નિર્ણયને યુવરાજ સિંહે બાલિશ ગણાવતા કહ્યુ કે જરૂર પડશે તો કાયદાકીય લડત પણ આપશુ.

પરીક્ષા રદ નહીં કરવાના નિર્ણયને યુવરાજસિંહે બાલિશ ગણાવ્યો

અમદાવાદમાં રવિવારના રોજ યોજાયેલી AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિના આરોપોને OSDએ ફગાવ્યા છે. તો પરીક્ષા રદ નહીં કરવાના નિર્ણય સામે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કાયદાકીય લડત લડવાની ચીમકી ઉચ્ચારી છે. તપાસ કમિટીની રચના કર્યા વગર મનસ્વી રીતે નિર્ણય કરાયો હોવાનો યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે.

યુવરાજસિંહે જણાવ્યુ કે સીધો સીધો નિર્ણય સંભળાવી દેવાના બદલે સૌપ્રથમ તો સમગ્ર ઘટના મામલે તપાસ કમિટી નિમવી જોઈએ. તપાસ કમિટી સંપૂર્ણ ઘટનાની તલસ્પર્શી તપાસ કરે, એક્ઝામ સ્થળના સીસીટીવી કલેક્ટ કરી તેને તપાસના જોઈએ. સીસીટીવી તપાસ્યા બાદ કોઈપણ નિર્ણય પર આવવુ જોઈએ. યુવરાજે એક્ઝામ કમિટી સામે આક્ષેપ કર્યો કે આ ઘટનામાં સીધો જ હઠાગ્રહપૂર્વક નિર્ણય લઈ લેવામાં આવ્યો છે અને તે વિદ્યાર્થીઓને અન્યાયકર્તા છે.

પરીક્ષા રદ નહીં કરવાના નિર્ણયને યુવરાજસિંહે બાલિશ ગણાવ્યો : નંબરમાં ધાંધલીને કારણે અન્ય સેન્ટરના પેપર આ સેન્ટર પર આવી ગયા- યુવરાજસિંહ

OMR શીટને બતાવતા યુવરાજસિંહે જણાવ્યુ કે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા છે તેમનો બેઠક ક્રમાંક અને તેમની આન્સરશીટનો ક્રમાંકમાં વિસંગતતા છે. દાખલા તરીકે જે વિદ્યાર્થીનો બેઠક ક્રમાંક 362 હોય તેને 362 નંબરની OMR શીટ મળવી જોઈએ. તેના બદલે તેને તદ્દન અલગ જ નંબરની OMR મળી છે. જેનો સીધો મતલબ એવો નીકળે કે તેની OMR અન્ય કોઈ સેન્ટર પરનો વિદ્યાર્થી ભરતો હશે.

“નંબરમાં ધાંધલીને કારણે માત્ર એક સેન્ટરના વિદ્યાર્થીને નહીં પરંતુ અન્ય સેન્ટરના પરીક્ષાર્થીને પણ અન્યાય”

વિદ્યાર્થીઓને જે OMR મળી છે તેનો નંબર સેન્ટર પરના બોર્ડમાં ક્યાંય ઉપલબ્ધ જ નથી. કુવૈસ પ્રાથમિક શાળાના સેન્ટરમાં 27122652 નંબર સુધીની સિરિઝ છે. જે બાદ કોઈ સિરિઝ પુરી થઈ છે અને આ જ સેન્ટર પરના વિદ્યાર્થીને જે OMR મળી છે તે 27122662 નંબરની મળી છે. જેનો સીધો અર્થ એવો થાય કે માત્ર સેન્ટર પરનો બ્લોક નહીં પરંતુ આખેઆખુ સેન્ટર બદલાઈ ગયુ છે અને આવુ એક વિદ્યાર્થીના કેસમાં નહીં પરંતુ અનેક વિદ્યાર્થીઓ સાથે થયુ છે. આ માત્ર એક સેન્ટરના વિદ્યાર્થી સાથે નહીં પરંતુ અન્ય સેન્ટરના વિદ્યાર્થીઓ સાથે પણ અન્યાય છે. આટલા મોટાપાયે ધાંધલી અને છબરડો સામે આવ્યા છતા કોઈ જ પ્રકારની તપાસ કર્યા વિના પરીક્ષા વિભાગના OSD ખુદને જ ક્લિનચીટ આપી રહ્યા છે.

કાયદાકીય લડત લડવાની ઉચ્ચારી ચીમકી

યુવરાજે અક્ઝામ કમિટીના OSDના નિવેદનને વિવેકબુદ્ધિ વિનાનું ગણાવ્યુ અને જણાવ્યુ કે હવે ન્યાયતંત્રના દ્વાર ખખડાવવાની પણ અમારી તૈયારી છે. પરીક્ષા લેનારાની બેદરકારીના કારણે પેપર ક્રમાંકમાં છબરડો સામે આવ્યો છે અને ચોરી ઉપરથી સીનાજોરી કરતા હોવાનો યુવરાજે આરોપ લગાવ્યો અને પરીક્ષાર્થીઓના હિતમાં કોર્ટમાં જવુ પડે તો જશુ અને કાયદાકીય લડત લડશુ તેવુ મક્કમતાથી જણાવ્યુ.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment