કરજણ હાઇવે પર દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું : કુલ ૧૬.૬૬ લાખનો મુદ્દામાલ જપ્ત, એક શખ્સ ફરાર
Vadodara Liquor Smuggling :
કરજણ નેશનલ હાઈવે ઉપર માંગલેજ ચોકડી નજીક જી.પી.ઇ.એલ કંપની પાસે જિલ્લા એલસીબીએ એક બંધ બોડીનું કન્ટેનર ઝડપી પાડ્યું હતું.
કન્ટેનરમાં 11.81 લાખ કિંમતની દારૂની 5,748 બોટલો હતી. દારૂના જથ્થા સાથે ડ્રાઇવર ઇર્શાદખાન નસરુખાન (રહે. પહાડી જીલ્લો ભરતપુર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતા.
જ્યારે મુબારકખાન નેહાના મુસ્લિમ (રહે હરિયાણા) ફરાર થઈ ગયો હતો.
પોલીસે દારૂનો જથ્થો એક મોબાઈલ કન્ટેનર મળી 16.86 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh