Explore

Search
Close this search box.

Search

December 12, 2024 10:32 pm

LATEST NEWS
Lifestyle

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ વચ્ચે દુઃખદ સમાચાર , ૨૩ વર્ષના ક્રિકેટરનું મોત

Facebook
Twitter
WhatsApp
Email

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ વચ્ચે દુઃખદ સમાચાર , ૨૩ વર્ષના ક્રિકેટરનું મોત

Australian Cricketer Death before BGT : 

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે.

આ દરમિયાન એક દુખદ સમાચાર સામે આવ્યા છે, જેણે ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે.

23 વર્ષીય ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર આદિ દવેનું અવસાન થયું છે.

તમને જણાવી દઈએ કે ટેસ્ટ સીરિઝની પહેલી મેચ પર્થમાં રમાઈ હતી, જેમાં જીત મેળવીને ભારતીય ટીમે 295 રનથી જીત મેળવીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી હતી.

ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી એડિલેડમાં બીજી ટેસ્ટ મેચ રમાવાની બાકી છે. તે દરમિયાન આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ વચ્ચે દુઃખદ સમાચાર , ૨૩ વર્ષના ક્રિકેટરનું મોત

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ વચ્ચે દુઃખદ સમાચાર : ડાર્વિન ક્રિકેટ ક્લબે મૃત્યુ અંગે માહિતી આપી હતી

તમને જણાવી દઈએ કે ક્રિકેટરના મૃત્યુનો ખુલાસો ડાર્વિન ક્રિકેટ ક્લબ દ્વારા કરવામાં આવ્યો છે.

તેણે પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. આદિ દવેના મૃત્યુ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

ડેવ એક મહાન ઓલરાઉન્ડર હતો. તેણે ડાબા હાથની સ્પિન બોલિંગથી સારા બેટરો હંફાવ્યા છે.

ડેવ પહેલીવાર 15 વર્ષની ઉંમરે લાઇમલાઇટમાં આવ્યો હતો. 2017માં આ ખેલાડીએ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ સાથે ઈન્ટ્રા ટીમમાં મેચ રમી હતી.

આ દરમિયાન તેને ફીલ્ડિંગ કરવાનો મોકો મળ્યો હતો.

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ વચ્ચે દુઃખદ સમાચાર : 10 વર્ષ પહેલા વધુ એક ક્રિકેટરનું અવસાન થયું હતું

27 નવેમ્બરે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે પોતાના શ્રેષ્ઠ ખેલાડીને ગુમાવ્યો હતો.

સ્ટાર ક્રિકેટર ફિલ હ્યુજીસનું 27 નવેમ્બર 2014ના રોજ અવસાન થયું હતું. ફિલ હ્યુજીસને બેટિંગ દરમિયાન માથામાં ઈજા થઈ હતી.

ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સીન એબોટનો બોલ હ્યુજીસના માથા પર વાગ્યો હતો.

જેના કારણે તે કોમામાં જતો રહ્યો હતો. હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી હતી, પરંતુ અંતે તેનું મોત થયું હતું.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment