દિલ્હી સરકાર પર ભડકી હાઈકોર્ટ , ‘તમારું તો દેવાળીયું થઇ ગયું, મદદ કેમ નથી લેતા કેન્દ્રની..’
Delhi High Court Slams AAP Government :
દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ફન્ડિંગવાળી આરોગ્ય યોજના હેઠળ કથિતરૂપે નાણાકીય સહાય ન સ્વીકારવા મુદ્દે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
ન્યાયાધીશે દિલ્હી સરકાર પર આ મામલે તીખી ટિપ્પણી કરી અને કહ્યું કે ખરેખર તો તમારું દેવાળીયું ફૂંકાઈ ગયું છે.
આયુષ્યમાન યોજના દિલ્હીમાં લાગુ નથી..
હાઈકોર્ટના જજ દિલ્હીમાં પ્રધાનમંત્રી આયુષ્માન યોજના લાગુ કરવાની માંગણી કરતી અરજી પર સુનાવણી કરી રહ્યા હતા.
નોંધનીય છે કે આમ આદમી પાર્ટીની સરકારે હજુ સુધી આ કેન્દ્રીય યોજનાને દિલ્હીમાં લાગુ કરી નથી.
આપ સરકારને લગાવી ફટકાર
ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચે કહ્યું કે આ ખરેખર વિચિત્ર વાત છે કે જ્યારે દિલ્હી સરકાર પાસે તેની હેલ્થકેર સિસ્ટમ માટે પૈસા નથી ત્યારે દિલ્હી સરકાર કેન્દ્રની સહાય સ્વીકારી પણ તૈયાર નથી.
બેન્ચે દિલ્હીની આપ સરકારને કહ્યું કે તમારો અભિપ્રાય અલગ હોઈ શકે છે.
પરંતુ આ મામલે તમે મદદ લેવાનો ઇનકાર કરી રહ્યા છો.
જજની કડક ટિપ્પણી
કોર્ટે કહ્યું કે હોસ્પિટલોમાં મશીનો કામ કરી રહ્યાં નથી. તમારી પાસે ખરેખર પૈસા નથી.
તમે નાગરિકોને 5 લાખ રૂપિયા આપવાની ના પાડી રહ્યા છો. ભાજપના સાત સાંસદોએ આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) લાગુ કરવા માટે AAP સરકારને નિર્દેશ આપવા બાબતે હાઈકોર્ટમાં અરજી કરી છે.
કોર્ટે આ કેસની સુનાવણી 28મી નવેમ્બરે નક્કી કરી હતી.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh