‘Preferred gaming app only shows in search…’ Serious accusation against Google
‘પસંદગીના ગેમિંગ એપ જ સર્ચમાં બતાવે છે…’ ગૂગલ સામે લાગ્યા ગંભીર આરોપ
– કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા આરોપની તપાસ કરશે
– વિન્ઝો ગેમ્સે ગૂગલ પર પ્લે સ્ટોર, પેમેન્ટ પ્લેટફોમ ગૂગલ પ્લે અને એડ સર્વિસ દ્વારા ભેદભાવભરી નીતિનો આરોપ મૂક્યો
નવી દિલ્હી : ગૂગલ હવે વિવાદોમાં પણ નંબર વન કંપની બની રહી છે.
તેના પર હવે ભારતમાં ગેમિંગ એપના લિસ્ટિંગમાં અયોધ્ય ધંધાકીય રીતરસમ અપનાવવાનો આરોપ લાગ્યો છે.
કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઈ) ગૂગલ અને તેના એફિલિયેટ્સ સામેના આરોપની તપાસનો આદેશ આપ્યો છે.
ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ વિન્ઝો ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડના આરોપના પગલે તપાસ શરૂ કરાઈ છે.
વિન્ઝો ગેમ્સના આરોપ છે કે ગૂગલ તેમની પ્રભુત્વતાસભર માર્કેટ પોઝિશનનો ઉપયોગ કરીને રીયલ મની ગેમિંગ (આરએમજી) અને ઓનલાઇન એડર્વટાઇઝિંગ સ્પેસમાં સ્પર્ધાનું ગળું ઘોંટી રહી છે.
સીસીઆઈએ તેના તપાસ એકમ ડિરેક્ટર જનરલને આ આરોપની તલસ્પર્શી ધોરણે તપાસ કરવા આદેશ આપ્યો છે.
પ્રથમદર્શી ધોરણે ગૂગલે તેના પ્રભુત્વતાસભર સ્થિતિનો દૂરુપયોગ કર્યાનું લાગતા સ્પર્ધાત્મકતાની કાયદાકીય જોગવાઈ ચારનો ભંગ કર્યો હોવાનું જણાય છે.
વિન્ઝોનો આરોપ છે કે ગૂગલની ભેદભાવભરી નીતિને તેના પ્લે સ્ટાર, પેમેન્ટ પ્લેટફોર્મ ગૂગલ પ્લે અને એડ સર્વિસ ગૂગલ એડ દ્વારા અમલી જામો આપે છે.
તેણે જણાવ્યું હતું કે તેમની નીતિઓ માર્કેટ એક્સેસને નિયંત્રિત કરે છે અને ખાસ ગેમિંગ કેટેગરીઓની તરફેણ કરે છે, તેના લીધે બધાને સમાન તક મળતી નથી.
ફરિયાદ મુજબ ૨૦૨૨માં લોન્ચ કરવામાં આવેલા ગૂગલના પાયલોટ પ્રોગ્રામમાં ફક્ત ડેઇલી ફેન્ટસી સ્પોર્ટ્સ (ડીએફએસ) અને રમી એપ્સને પ્લે સ્ટોરમાં જગ્યા આપવામાં આવી છે.
તેનો આ નિર્ણય વિવેકમુનસફી મુજબનો અને ભેદભાવપૂર્ણ છે.
ખાસ ડેવલપરોની મદદ કરે છે અને વિન્ઝો જેવા અન્યને બહાર કરે છે એવો દાવો તેણે કર્યો હતો.
સીસીઆઈએ તેના ૨૪ પાનાના આદેશમાં જણાવ્યું હતું કે પ્રથમદર્શી ધોરણે લાગે છે કે ગૂગલ દ્વારા તેની પ્લેટફોર્મ લિમિટ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો ડીએફએસ અને રમી સિવાયની બીજી એપ્સને એક્સેસ જ આપતો નથી.
આ બાબત સ્પર્ધાત્મકતાના કાયદાનો ભંગ કરે છે તથા કોમ્પિટિશનના કાયદાનો વૈજ્ઞાનિક અને ટેકનિકલ ધોરણે પણ ભંગ કરે છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh