Explore

Search
Close this search box.

Search

December 12, 2024 10:16 pm

LATEST NEWS
Lifestyle

જયશંકરે ક્રિકેટની ભાષામાં સમજાવી ભારતની વિદેશ નીતિ, ૧૯૮૩ ની જીતને ગણાવ્યો ટર્નિંગ પોઈન્ટ

Facebook
Twitter
WhatsApp
Email

જયશંકરે ક્રિકેટની ભાષામાં સમજાવી ભારતની વિદેશ નીતિ, ૧૯૮૩ ની જીતને ગણાવ્યો ટર્નિંગ પોઈન્ટ

ICC Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સત્તાવાર મેજબાની પાકિસ્તાનની પાસે છે.

જોકે, આ ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તે પોતાની ટીમ પાકિસ્તાન નહીં મોકલે.

પરંતુ હવે ચેમ્પિયન્સ ટ્રોફીના ભવિષ્ય પર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) 29 નવેમ્બર (શુક્રવાર) ના રોજ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

જયશંકરે ભારતની વિદેશ નીતિ આ રીતે સમજાવી

ભારતના વિદેશ મંત્રી જયશંકરે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહિન્દર અમરનાથની આત્મકથા ‘ફિયરલેસ’ના વિમોચન પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં વિદેશ નીતિ પર વાત કરી હતી.

તેમણે કહ્યું કે, “ક્રિકેટની સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય સંબંધો પણ એટલા સારા નથી રહ્યા. ” .

હવે  વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાન સામે ભારતની વિદેશ નીતિ સમજાવવા માટે ક્રિકેટનો સહારો લીધો છે.

https://x.com/DrSJaishankar/status/1862144106635644962

જયશંકરે કહ્યું, ‘તમે કહ્યું હતું કે તમે લોકો વધુ સારી રીતે રમી શક્યા છો, કારણ કે તમે પરંપરાગત સાઇડ-ઑન પોઝિશનની તુલનામાં ખુલ્લી છાતીએ આવ્યા છો.

એ સમયે પાકિસ્તાનની નીતિનું આનાથી વધુ સારું વર્ણન મળી શક્યું ન હતું.

વિદેશ મંત્રી જયશંકરના કહેવાનો અર્થ એ હતો કે, હવે પહેલા જેવી વાત નથી રહી અને પાકિસ્તાન સામે ભારત હવે મુક્તપણે રમે છે.

કેન્દ્રીય મંત્રીએ ક્રિકેટ અને ભારતની વિદેશ નીતિમાં થયેલા ફેરફારો વચ્ચે રસપ્રદ સમાનતાઓ પણ દર્શાવી હતી.

જયશંકરે 1983માં ભારતીય ટીમની વર્લ્ડ કપ જીતને ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યો હતો.

તેમણે કહ્યું કે, “તે માત્ર એક ટર્નિંગ પોઈન્ટ નહોતો, પરંતુ તે ટર્નિંગ પોઈન્ટનો મેન ઓફ ધ મેચ હતો.

એક સમયે પાકિસ્તાન જીત્યું અને એક સમયે શ્રીલંકા જીત્યું.

પરંતુ ક્રિકેટના ઈતિહાસમાં આટલો મોટો નિર્ણાયક વળાંક ક્યારેય નથી આવ્યો.

જો તમે 1983 પછી વિશ્વ ક્રિકેટમાં ભારતની ભૂમિકા પર નજર નાખો તો તે મૂળભૂત રીતે બદલાઈ ગયો છે.”

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment