કોંગ્રેસી દિગ્ગજની જીભ લપસી , પીએમ મોદી-ચૂંટણીપંચ અંગે આપ્યું વિવાદિત નિવેદન , માફીનો પણ ઈનકાર
Maharashtra Congress Again Blame On EVM:
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા ધારાસભ્ય ભાઈ જગતાપે ચૂંટણી પંચ અંગે વિવાદિત નિવેદન આપતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.
જગતાપે ચૂંટણી પંચની તુલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુતરા સાથે કરી છે.
તેમજ આ મામલે ફરીથી પુછવા પર પોતાના નિવેદન પર કાયમ રહ્યા છે.
જગતાપે ચૂંટણી પંચની તુલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુતરા સાથે કરતાં અપમાનજનક નિવેદન આપ્યું હતું કે, ‘ઈલેક્શન કમિશન તો કુત્તા હે, કુત્તા બનકર મોદીજી કે બંગ્લો કે બહાર બેઠતે હે યે સારે એજન્સીયાં.’
તેમજ માફી માગવાનો પણ સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.
ઉલ્લેખનીય છે, કોંગ્રેસે મહારાષ્ટ્રમાં રાજ્ય ચૂંટણી પંચના સીઈઓને એક મેમોરેન્ડમ સોંપતાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો.
ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ
ચૂંટણી પરિણામો પર સવાલ ઉઠાવતા જગતાપે કહ્યું કે ‘મહારાષ્ટ્રના લોકો વર્તમાન મહાયુતિ સરકારની વિરુદ્ધમાં હતા,
પરંતુ ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન)માં ખામીને કારણે પરિણામ તેમના પક્ષમાં આવ્યા.
તેઆ ચૂંટણી પરિણામો અણધાર્યા છે. અમે તેના પર વિશ્વાસ કરતાં નથી.
રાજ્યના લોકો સંપૂર્ણ રીતે મહાયુતિ સરકારની વિરુદ્ધ હતા, પરંતુ સંપૂર્ણ શ્રેય ઈવીએમને જાય છે.
હું કહીશ કે ઘણી જગ્યાએ ઈવીએમ હેક કરવામાં આવ્યા હતા.’
https://x.com/BhaiJagtap1/status/1862557555853037867
માફી માગવાનો કર્યો ઈનકાર
જગતાપે કહ્યું કે, ‘હું માફી નહીં માંગુ. જો ચૂંટણી પંચ વડાપ્રધાન અને અન્ય મંત્રીઓના દબાણમાં કામ કરી રહ્યું છે, તો મેં જે કહ્યું તે સાચું છે.’
તેમણે ચૂંટણી પંચને નિષ્પક્ષતા માટે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરને ટીએન શેષન જેવા બનવાની સલાહ આપી હતી.
ઈવીએમ પર ફરી ઉઠ્યા સવાલો
જગતાપે સુપ્રીમ કોર્ટમાં ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતી કરાયેલી અરજીઓને નોંધતાં કહ્યું કે, ‘VVPAT સ્લિપની તપાસ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે 5% VVPAT સ્લિપ ગણવાની ભલામણ કરી હતી, પરંતુ તે પણ થયું નથી. જો આ સિસ્ટમમાં કોઈ ખામી છે, તો તેની તપાસ કરવી જોઈએ અને તેમાં ફેરફાર કરવો જોઈએ. બેલેટ પેપર સાથે છેડછાડની શક્યતા ખતમ થઈ ગઈ છે.’
મહાયુતિએ આપ્યો જવાબ
શિવસેનાના દીપક કેસરકરે ચૂંટણી પંચ પાસે કડક કાર્યવાહીની માંગ કરતા કહ્યું કે, ‘ચૂંટણી પંચ બંધારણીય ઓથોરિટી છે, અને ભાઈ જગતાપે માફી માંગવી જોઈએ.”
ભાજપના ધારાસભ્ય અને દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ આને શરમજનક નિવેદન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, ‘ભારતીય લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થા વિશ્વ માટે એક ઉદાહરણ સમાન છે. કોંગ્રેસ જ્યારે પણ ચૂંટણી હારે છે ત્યારે ઘબરાઈ જાય છે.’
હરિયાણાના મંત્રી રાજેશ નાગરે પણ નિવેદનને અયોગ્ય ઠેરવતાં લોકતંત્રની વ્યવસ્થા પર સવાલો ઉઠાવવા બદલ ટીકા ભાઈ જગતાપની ટીકા કરી છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh