ahmedabad chinese string tukkal , loud dj banned
અમદાવાદ : ચાઇનીઝ દોરી, ટુક્કલ અને મોટા અવાજે ડીજે વગાડવા પર પ્રતિબંધ ફરમાવાયો
ઉત્તરાયણના તહેવારને હજુ દોઢ મહિનો બાકી છે.
ત્યારે શહેર પોલીસ કમિશ્નર દ્વારા ઉત્તરાયણને લઇને જાહેરનામુ બહાર પડાયું છે.
જેમાં જીવનું જોખમ રહે તે રીતે પતંગ ઉડાવવા, લાગણી દુભાય તે રીતે લાઉડ સ્પીકર વગાડવા, ઉશ્કેરણીજનક લખાણ વાળા પતંગ ઉડાવવા, લાકડી-દંડા લઇને પતંગ પકડવા, જાહેરમાં ઘાસચારો વેચવા, ચાઇનીઝ દોરી તથા તુક્કલના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામુ તા. 1 ડિસેમ્બરથી 22 જાન્યુઆરી સુધી લાગુ રહેશે.
ઉત્તરાયણમાં તહેવારને લઇને પોલીસ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે.
જેમાં કેટલીક બાબતો પર પોલીસે પ્રતિબંધ ફરમાવ્યો છે.
જો જાહેરનામાનો ભંગ થશે તો પોલીસ દ્વારા કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
તેમજ ધાબા પર હવે કોઇ મોટા અવાજે ડીજે વગાડશે અને કોઇ ફરિયાદ કરશે તો પોલીસ દ્વારા ગુનો નોધવામાં આવશે.
તેમજ સોશિયલ મિડીયા પર પણ લોકો ચાઇનીઝ દોરી અને ટુક્કલનું વેચાણ કરતા હોય છે .
તેને લઇને સાયબર ક્રાઇમ દ્વારા પણ સોશિયલ મિડીયા પર વોચ રાખવામાં આવશે.
ચાલુ વર્ષે દોરીથી બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા
ઘોડાસરમાં થોડા દિવસ અગાઉ કેનાલ પાસેથી બાઇક પર ડિલિવરી યુવક હિમાંશુ રાણાનું ગળાના ભાગે દોરી વાગતા મોત થઇ ગયુ હતુ.
જ્યારે બીજી ઘટનામાં મહેસાણાના 25 વર્ષીય યુવક ઠાકોર મહેશજી પ્રતાપજી આંબલિયાસણ સ્ટેશનના રેલ્વે ઓવરબ્રિજ પર પત્ની સાથે પસાર થઈ રહ્યો હતો તે સમયે ગળામાં દોરી આવી જતા તેનું મોત નિપજ્યુ હતુ.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh