Explore

Search
Close this search box.

Search

December 12, 2024 9:07 pm

LATEST NEWS
Lifestyle

ઈન્ડિયા વીએસ ઓસ્ટ્રેલિયા : ટીમ ઈન્ડિયાને છઠ્ઠો ઝટકો, ‘હિટમેન’ પણ સસ્તામાં આઉટ

Facebook
Twitter
WhatsApp
Email

ઈન્ડિયા વીએસ ઓસ્ટ્રેલિયા : ટીમ ઈન્ડિયાને છઠ્ઠો ઝટકો, ‘હિટમેન’ પણ સસ્તામાં આઉટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ આજથી ઓસ્ટ્રેલયાના એડિલેડમાં શરૂ થઇ ગઇ છે.

પિન્ક બોલ પર રમાઈ રહેલી આ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

જે અત્યાર સુધી ભારે પડતો દેખાઈ રહ્યો છે.

India vs Aualia 2nd Test Live Cricket Score Day 1:

12:30 PM

ટીમ ઈન્ડિયા માટે બીજી ટેસ્ટમાં કપરી સ્થિતિ સર્જાઈ રહી છે.

ડીનર બ્રેક બાદ રમત શરૂ થતાં જ એક મોટો ઝટકો લાગ્યો અને કેપ્ટન રોહિત શર્મા 3 રન બનાવીને બોલાંડનો શિકાર થયો હતો.

રોહિત એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો. હાલમાં ટીમ ઈન્ડિયા સંકટમાં દેખાઈ રહી છે.

ઋષભ પંત ૨૧ રન બનાવી ક્યુમિંસ ના બોલ પર આઉટ .

હવે ક્રીઝ પર નીતિશ રેડ્ડી અને અશ્વિન કાંગારૂઓનો પડકાર ઝીલી રહ્યા છે.

12:00 PM 

વિરાટ સસ્તામાં આઉટ   

ત્યારબાદ વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો હતો અને તેણે ગિલ સાથે મળીને ઈનિંગને આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો જ હતો .

ત્યાં 7 રન કરીને સ્ટાર્કનો શિકાર થઈ ગયો. આ સમયે ટીમ ઈન્ડિયા 77 રન જ કરી શકી હતી.

ત્રીજા ઝટકા બાદ ટીમ ઈન્ડિયાને ચોથા ઝટકારૂપે ગિલની વિકેટ હતી. જે 31 રન કરીને આઉટ થઇ ગયો હતો.

હવે 82 રને 4 વિકેટો બાદ ક્રીઝ પર રોહિત શર્મા અને ઋષભ પંત મેદાન છે.

11:45 AM 

ડિનર બ્રેક સુધીની રમતમાં સ્કોર 82/4 

અત્યાર સુધીની રમતની વાત કરીએ ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી છે. તેના ચાર દિગ્ગજ બેટર કહો કે ટોપ લેવલના ચાર બેટર પેવેલિયન ભેગા થઈ ગયા છે.
જેમાં યશસ્વી જયસ્વાલનો મેચના પહેલા બોલે જ શૂન્ય રને સ્ટાર્કનો શિકાર થયો હતો.
જેના બાદ ગિલ અને રાહુલે બાજી સંભાળી હતી.
જોકે સ્ટાર્કે પછી રાહુલને આઉટ કરતાં 69 રને ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો લાગ્યો હતો.
Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment