Explore

Search
Close this search box.

Search

December 13, 2024 1:26 am

LATEST NEWS
Lifestyle

બ્રિટનમાં બે ભારતીય હસ્તીઓનું અપમાન, એવોર્ડ આપ્યા બાદ પાછા લઈ લીધા, જાણો શું છે મામલો

Facebook
Twitter
WhatsApp
Email

બ્રિટનમાં બે ભારતીય હસ્તીઓનું અપમાન, એવોર્ડ આપ્યા બાદ પાછા લઈ લીધા, જાણો શું છે મામલો

બ્રિટનમાં ભારતીય સમુદાયની બે હસ્તીઓનું અપમાન કરાયું છે.

તેમને આપવામાં આવેલું સન્માન છીનવી લેવામાં આવ્યું.

આ બે હસ્તીઓમાં ટોરી પીયર રામી રેન્જર અને હિન્દુ કાઉન્સિલ યુકેના મેનેજિંગ ટ્રસ્ટી અનિલ ભનોટનો સમાવેશ થાય છે.

જાણો કયા એવોર્ડ પાછા લઈ લીધા… 

રેન્જરને કમાન્ડર ઓફ ધી ઓર્ડર ઓફ ધી બ્રિટિશ એમ્પાયરનું સન્માન મળ્યું હતું.

જ્યારે અનિલ ભનોટને ઓફિસર ઓફ ધી ઓર્ડરનું સન્માન પ્રાપ્ત થયું હતું.

હવે તેમના આ એવોર્ડ પાછા ખેંચી લેવાની જાહેરાત લંડન ગેઝેટમાં કરાઈ છે.

આ બંનેએ બકિંઘમ પેલેસનું સન્માન પરત કરવું પડશે અને ભવિષ્યમાં ક્યાંય પણ તેનો ઉલ્લેખ નહીં કરી શકે.

કોના ઈશારે આ કૃત્ય કરાયું? 

આ બંને જોડેથી સન્માન પાછું ખેંચી લેવાની ભલામણ બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરે કિંગને કરી હતી.

જ્યારે ભનોજ પર 2021માં બાંગ્લાદેશી હિન્દુઓ પર હિંસા વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.

જ્યારે રેન્જર સામે શીખ ફોર જસ્ટિસે ફરિયાદ કરી હતી.

મામલો શું હતો? 

રેન્જર અને ભનોટે સન્માન પરત લેવાના પગલાની ટીકા કરતાં તેને અભિવ્યક્તિની આઝાદી પર હુમલો ગણાવ્યો હતો.

ભનોટને ઓબીઈ સન્માન સામુદાયિક એકજૂટતા માટે અપાયું હતું.

જ્યારે ભનોટે કહ્યું કે જાન્યુઆરીમાં કમિટીએ મારો સંપર્ક કર્યો હતો ત્યારે મને લાગ્યું હતું કે બધુ ઠીક થઈ જશે પણ એવું ના થયું.

મારી સામે ઈસ્લામોફોબિયાનો આરોપ છે.

આ ફરિયાદ 2021ની એ ટ્વિટને લઈને કરાઈ છે જે મેં બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા વિશે કરી હતી.

5 પિલર્સ વેબસાઈટે એ ટ્વિટ્સ વિશે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ચેરિટી કમિશનમાં ફરિયાદ કરી હતી.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment