Explore

Search
Close this search box.

Search

December 12, 2024 10:07 pm

LATEST NEWS
Lifestyle

જુઓ , કરણી સેનાએ પુષ્પા ૨ ના મેકર્સ વિરુદ્ધ ચડાવી બાંયો, કહ્યું- ફિલ્મમાં થયું ક્ષત્રિયોનું અપમાન

Facebook
Twitter
WhatsApp
Email

જુઓ , કરણી સેનાએ પુષ્પા ૨ ના મેકર્સ વિરુદ્ધ ચડાવી બાંયો, કહ્યું- ફિલ્મમાં થયું ક્ષત્રિયોનું અપમાન

અલ્લુ અર્જુનની પુષ્પા-2 ને દુનિયાભરમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

આ જ કારણ છે કે, ફક્ત ચાર દિવસમાં ફિલ્મે ગ્લોબલી આશરે 800 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આ ફિલ્મમાં અલ્લુ અર્જુનના ‘પુષ્પા’ પાત્રને તો પસંદ કરવામાં આવી જ રહ્યું છે.

સાથે જ ફહદ ફાઝિલના પાત્ર ભંવર સિંહ શેખાવતની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

જો કે, ફહદના આ પાત્રના કારણે હવે કરણી સેનાની તરફથી મેકર્સને ધમકી પણ મળી રહી છે.

વીડિયો શેર કરી આપી ધમકી

હકીકતમાં, કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે પોતાના એક્સ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.

જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘પુષ્પા 2’ના મેકર્સે શેખાવત સમાજ અને ક્ષત્રિયોનું અપમાન કર્યું છે.

આ વીડિયોમાં રાજ કહે છે કે, હાલમાં જ ‘પુષ્પા 2’ નામની ફિલ્મ આવી છે.

આ ફિલ્મમાં એકવાર ફરી ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવ્યું છે.

શેખાવત જે ક્ષત્રિય સમાજની જાતિ છે, તેને નિમ્ન સ્તરે ચિત્રિત કરવામાં આવી છે.

વિચારોની અભિવ્યક્તિની આઝાદીના નામે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાળા વર્ષોથી ક્ષત્રિયોને બદનામ કરે છે.

ફિલ્મ નિર્માતાએ આ વાતને ધ્યાનથી સાંભળી લે કે, જલ્દીથી જલ્દી આ જે શેખાવત શબ્દનો પ્રયોગ કર્યો છે, તેને હટાવી દો.

નહીંતર, સેના ઘરમાં કરણી ઘુસીને મારશે અને જરૂર પડી તો કરણી સેના કોઈપણ હદે જવા તૈયાર છે.

યુઝર્સે રાજ શેખાવતની કરી ટીકા

જોકે, રાજ શેખાવતની આ પોસ્ટ પર ઘણાં લોકોએ તેમની વાતને વ્યર્થ જણાવ્યું છે.

તેમનું કહેવું છે કે, આવી વાતો કરીને રાજ શેખાવત પોતાની જ મજાક બનાવી રહ્યા છે.

અમુકે એવું પણ કહ્યું કે, જો આ હિસાબે જોવામાં આવે તો કોઈ ક્યારેય ફિલ્મ જ ન બનાવી શકે.

તો કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું કે, આ તમામ નકામો બકવાસ છે, આ લોકો ફક્ત ચર્ચામાં રહેવા આવા નિવેદનો કરતા રહે છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment