જો હું એક્ટિંગ ના કરતો હોત તો હું અંડરવર્લ્ડમાં હોત : નાના પાટેકર
નાના પાટેકર બેમિસાલ એકટર છે એ વાતમાં કોઈ બેમત નથી.
લોકો તેમને તેમના ગુસ્સાની આદતને લીધે નાપસંદ પણ કરતાં રહ્યા છે.
ઘણી એવી વાતો સામે આવી છે જેમાં તેમના ગુસ્સાની આદતના લીધે તેમના કો-સ્ટાર્સ વચ્ચે મનભેદ થયા હોય.
ત્યારે હાલમાં એક ફિલ્મના પ્રમોશન દરમિયાન શેર કર્યો નાનાએ ચોંકાવનારો ખુલાસો.
બૉલીવુડમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા જ કલાકારો છે જેમણે પોતાની એક્ટિંગની પ્રતિભાથી એક બેન્ચ માર્ક સેટ કર્યું હોય અને આ ગણતરીના નામમાં એક નામ છે નાના પાટેકર.
નાનાએ હિન્દી અને મરાઠી બંને ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે .
તેમના અભિનયથી લોકોને પ્રભાવિત કર્યા છે.
ફિલ્મ ‘અગ્નિ સાક્ષી’ થી ઓળખ મેળવી ચૂકેલા નાના હવે ફિલ્મ ‘વનવાસ’ માં જોવા મળશે.
ઘણી વાર થઈ છે લડાઈ : જો હું એક્ટિંગ ના કરતો હોત તો હું અંડરવર્લ્ડમાં હોત : નાના પાટેકર
નાના પાટેકરે જણાવ્યું કે તેમને સંજય લીલા ભણસાલી સાથે કામ કરવું ખૂબ પસંદ છે.
પરંતુ તેમના ગુસ્સાની આદત તેમની પરેશાની બની ગઈ છે. નાનાએ ભણસાલી સાથે ફિલ્મ ‘ખામોશી’માં કામ કર્યું હતું.
પરંતુ તે ફિલ્મ દરમિયાન નાના સંજય ઉપર ગંદી રીતે બગડયા હતા. હાલમાં જ આપેલા એક ઇંટરવ્યૂમાં નાનાએ સ્વીકાર્યું હતું કે લોકો તેમનાથી ખૂબ ડરે છે.
આવા તો નાના પાટેકરના ઘણા કિસ્સાઓ છે જેમાં ફિલ્મના સેટ પર તેમની માથાકૂટ ફિલ્મના દિગ્દર્શક સાથે થઈ હોય .
તેમણે ગુસ્સામાં ફિલ્મ છોડી હોય કે પછી ફરી ક્યારેય તેમના સ્વભાવને લીધે ફરી તેની સાથે કામ ના કર્યું હોય.
..તો હું અંડરવર્લ્ડમાં હોત” : જો હું એક્ટિંગ ના કરતો હોત તો હું અંડરવર્લ્ડમાં હોત : નાના પાટેકર
નાના પાટેકરે પોતાના ગુસ્સા વિશે વધુ વાત કરતાં જણાવ્યું હતું કે, “હું ખૂબ હિંસક છું અને મે ઘણા લોકો સાથે મારપીટ પણ કરી છે”.
વધુમાં તેમણે કહ્યું કે, “એક્ટિંગે મને એક આઉટલેટ આપ્યું છે, જો હું એક્ટિંગ ના કરતો હોત તો હું અંડરવર્લ્ડમાં હોત અને આ હું મજાકમાં નથી કહી રહ્યો. ”
તેમણે એમ પણ જણાવ્યું કે “પહેલાંની તુલનામાં મારામાં ઘણો બદલાવ આવ્યો છે જો કે મને કોઈ પરાણે ગુસ્સો અપાવે તો હું એને મારી પણ દઉં છું.”
નાના પાટેકરની ફિલ્મ ‘વનવાસ’ 20 ડિસેમ્બરે રીલીઝ થશે જેનું ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh